આજથી રાજ્યમાં 3 દિવસ સુધી કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ- જાણૉ કયા જિલ્લાઓમાં અપાયું વરસાદનું ભારે ઍલર્ટ

Gujarat Rain Forecast Latest News: રાજ્યમાં માવઠા પછી ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનાર 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની (Gujarat Rain Forecast Latest News) આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે.

આજે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે આજથી રાજ્યમાં 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર,આજે રાજ્યના ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી તો અનેક છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પણ પડી શકે છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના
હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી રહ્યા છે. ત્યારે આવનાર 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર ર્ડા. મનોરમા મોહન્તીએ જણાવ્યું છે કે આવનાર દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવનાં નથી. પરંતું એકાદ જીલ્લા જેમ કે, દાહોદ, પંચમહાલ, ખેડામાં આજે વરસાદ થઈ શકે છે. જ્યારે કાલે દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. વાવાઝોડા સાથે વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 24 કલાક માટે દાહોદ, પંચમહાલ, ખેડામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

આગામી દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે
અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્કયુલેશન નોર્થ-ઈસ્ટ અરબ સાગરમાં સક્રિય થતા વરસાદનાં કારણે સાઉથ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી શકયતા છે. તેમજ હાલ વરસાદનાં કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. તેમજ ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો ઘટી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *