ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું. ત્યારે સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઇ રહ્યાં છે એવામાં મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ છીનવાયું છે. નગરપાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. મોડાસા નગરપાલિકામાં ઓવૈસીની પાર્ટીની 9 બેઠકો પર જીત થઇ છે.
જ્યારે પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી દીધી છે. નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાઇ રહ્યો છે એવામાં જ્યારે ઓવૈસીની પાર્ટીએ 9 બેઠકો પર જીત હાંસલ કરી છે એ એક મોટી વાત કહેવાય. અગાઉ પણ રાજ્યમાં મનપાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ 7 બેઠકો પર જીત હાંસલ કરી હતી. ઔવેસીની પાર્ટીએ અમદાવાદ મનપામાં સાત બેઠકો પર જીત મેળવી હતી. જમાલપુર અને મકતમપુરામાં 7 બેઠકો પર ઔવેસીની પાર્ટી AIMIM એ જીત મેળવી છે.
ગુજરાતની જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજ્યની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસમાંથી ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ હાર સ્વિકારીને રાજીનામું આપ્યું છે.
અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તેઓ ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસ હાઇકમાન્ડને તેઓએ રાજીનામાં મોકલ્યાં છે.તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. આ સાથે જ તેમણે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે.
ગેનીબેનનો ગઢ ભાભરમાં ભાજપનો વિજય થયો. ભાજપે ભાભર નગરપાલિકામાં સત્તા મેળવી. પાલનપુર નગરપાલિકામાં પણ ભાજને સત્તા મળી. આ સાથે 13 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. કલોલ, ખેડા અને નડિયાદ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. આ સાથે 10 નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવી દીધો છે. ઊના નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle