ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની વેક્સીનના સફળ પરિક્ષણનો દાવો કર્યો, તે સંપૂર્ણ સુરક્ષિત અને અસરકારક

કોરોના વાઈરસ સામેની લડાઈમાં બ્રિટન તરફથી સારા એવાં સમાચાર મળ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિનની માનવીઓ પર પ્રથમ અને બીજા તબક્કામાં સફળતા પામી હતી. મેડિકલ જર્નલ લેન્સેટમાં સોમવારે પ્રકાશિત થયેલ પરિણામો મુજબ ટ્રાયલમાં વેક્સિન સુરક્ષિત મળી હતી.

માનવી પર કોઇપણ ઘાતક આડઅસર જોવા મળી ન હતી. વેક્સિને ન માત્ર કોરોના નિષ્ક્રિય કરનારા એન્ટિબોડીઝનું સ્તર વધાર્યુ પરંતુ વાઈરસની સામે લડનારા ઈમ્યુન ટી-સેલ્સને પણ વધાર્યા હતા. આ પરિણામને કારણે કોરોના વિરુદ્ધની લડાઈમાં માનવીની જીતની આશા બંધાવે છે.

જો કે વિજ્ઞાનીઓએ જણાવતાં કહ્યું, કે આ વેક્સિન એ કોરોના વિરુદ્ધ પ્રભાવી રીતે સુરક્ષા કરે છે, કે નહીં તેની ખાતરી માટે ત્રીજા તબક્કાની ટ્રાયલની જરૂરીયાત છે. ઓક્સફોર્ડના પ્રો. સરાહ ગિલ્બર્ટે જણાવતાં કહ્યું, કે વેક્સિન એ કોરોના મહામારીને રોકવામાં કારગત છે, કે નહીં એના વિશે કંઈ કહેતા પહેલાં જ આપણે ઘણું કાર્ય કરવાનું બાકી છે. હાલમાં તો એટલું જ કહી શકાય કે આ પરિણામ જ આશા જગાવે છે.

વેક્સિનની ટ્રાયલનો ત્રીજાં તબક્કાની શરૂઆત થઈ ચુકી છે. આ દરમિયાન ફક્ત અમેરિકામાં અંદાજે 30,000 લોકો પર તેની ટ્રાયલ કરાશે. ઓક્સફોર્ડે આ વેક્સિનને એસ્ટ્રાજેનેકા ફર્મ નામની કંપની સાથે મળીને તૈયાર કરી છે. એસ્ટ્રાજેનેકાએ ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે પણ દવાનાં ઉત્પાદનનો કરાર કર્યો હતો.

સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદર પુનાવાલાએ જણાવતાં કહ્યું, કે અમે ઓક્સફોર્ડ વેક્સિન પર કાર્ય કરી રહ્યા છીએ. તે હાલમાં ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહી છે. ભારતમાં ઓગસ્ટ સુધીમાં માનવીઓ પર ટ્રાયલની શરૂઆત થશે. 2020ના અંત સુધીમાં જ આ વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે.

કોરોનાની સામેની લડાઈમાં અત્યાર સુધી એન્ટિબોડી સૌથી વધુ ચર્ચામાં રહી છે. તે આપણી ઈમ્યુન ડિફેન્સનો ભાગ છે. એન્ટિબોડી ઈમ્યુન સિસ્ટમથી બનેલા નાના-નાના પ્રોટીન છે, જે વાઈરસની સપાટી પર ચોંટીને તેને નિષ્ક્રિય કરે છે. એન્ટિબોડી એ ચેપને ફેલાતો અટકાવે છે.

ટી-સેલ્સ વ્હાઈટ બ્લડ સેલ્સનો એક ભાગ છે. જે ઈમ્યુન સિસ્ટમને કોઓર્ડિનેટ કરવામાં મદદરૂપ થાય છે. તે શરીરની ચેપગ્રસ્ત કોશિકાઓને શોધીને નષ્ટ કરી દે છે. લગભગ તમામ પ્રભાવી વેક્સિન એન્ટિબોડી અને ટી-સેલ રિસ્પોન્સને ઉત્પન્ન કરે છે.

વેક્સિનની ટ્રાયલ 18-55 વર્ષના કુલ 1,077 લોકો પર લેવામાં આવી હતી. ઈન્જેક્શન આપ્યાના માત્ર 14 દિવસમાં જ લોકોમાં ટી-સેલ્સનું સ્તર ટોચે પહોંચી ગયું હતું. જ્યારે 28 દિવસ બાદ એન્ટિબોડી પણ ટોચ પર રહ્યાં હતા. વેક્સિનની અમુક આડઅસર છે, પરંતુ તે વધારે ઘાતક નથી. જે લોકોને વેક્સિન આપવામાં આવી છે, તેમાંથી કુલ 70% ને તાવ અથવા તો માથાનો દુખાવો થયો હતો.

અનપેક્ષિત રીતે તૈયાર થઈ રહેલી ઓક્સફોર્ડની આ વેક્સિનનું નામ CHDOX-1 NCOV-19 છે. ચિમ્પાન્ઝીમાં શરદીનું કારણ બનનાર વાઈરસને જેનેટિક એન્જિનિયરિંગ કર્યા બાદ તેને તૈયાર કરાઈ છે. આ વાઈરસમાં સુધારો કરાયો જેથી તેનાથી માનવી પર પણ ચેપગ્રસ્ત ન થઇ શકે.તે થોડાં અંશે કોરોના વાઈરસ જેવો જ દેખાય આવે છે. વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસના સ્પાઈક પ્રોટીનના જેનેટિક ઈન્સ્ટ્રક્શનને પણ તેમાં ઉમેર્યા છે.

એટલે, કે આ વેક્સિન એકદમ કોરોના વાઈરસ જેવી છે. જ્યારે વેક્સિન માનવીના શરીરમાં પ્રવેશે છે,ત્યારે તો સ્પાઈક પ્રોટીન જેનેટિક કોડને પણ સાથે લઈ જાય છે. તેના પરિણામસ્વરૂપે કોશિકાઓમાં સ્પાઈક પ્રોટીન ઉત્પન્ન થાય છે. આ એક રીતે આપણી ઈમ્યુન સિસ્ટમને કોરોના વાઈરસને ઓળખી પાડવાની તાલીમ આપે છે.

સોમવારનાં રોજ ‘The Lancet medical journal’ માં છવાયેલ અહેવાલ મુજબ આ વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષીત છે અને અસરકારક પણ છે. આ માહિતી પછી ઓક્સફોર્ડના વેક્સીન ફ્રન્ટરનર વેક્સીનની લિસ્ટમાં આગળ આવી ગયા છે.ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલ ટ્વિટમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે, કે આ વેક્સીનને લગાવવાથી સારો ઈમ્યૂન રિસ્પોન્સ મળ્યો છે. વેક્સીનની ટ્રાયલમાં જોડાયેલી ટીમ અને ઓક્સફોર્ડની દેખરેખ સમૂહને આ વેક્સીનમાં સુરક્ષાને લઈને કોઈ જ ચિંતાજનક વાત દેખાઈ નથી અને વેક્સીનને કારણે એક શક્તિશાળી ઈમ્યૂન રિસ્પોન્સનું પણ નિર્માણ થાય છે.

તેની માટે લેન્સેન્ટના એડિટર ઈન ચીફ રિચર્ડ હોર્ટને 3 ખાસ મેડિકલ ટર્મ્સ-Safe,Well-tolerated and Immunogenicનો પણ ઉપયોગ કર્યો છે. તેનો અર્થ એવો થાય છે, કે આ વેક્સીન એ સુરક્ષિત, સારી રીતે સહન કરવા યોગ્ય અને પ્રતિરક્ષાત્મક છે. હોર્ટને વેક્સીન ટીમના મુખ્ય વૈજ્ઞાનિક પૈડ્રો ફોલેગેટીને અભિનંદન પાઠવ્યા છે, અને જણાવ્યું છે કે આ પરિણામ એ ખૂબ જ ઉત્સાહ વધારનાર છે.

2 દિવસ પહેલાં 17 જુલાઈના રોજ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતું, કે આ વેક્સીન એ કોરોના વાઈરસથી પણ બમણી સુરક્ષા આપી શકે છે. ‘Daily Telegraph’ના મત મુજબ પ્રથમ તબક્કાના ટ્રાયલમાં વેક્સીન આપ્યા પછી વોલેન્ટીયર્સમાં ઈમ્યૂન રિસ્પોન્સ ખૂબ જ સારો રહ્યો હતો. તેમના લોહીના નમૂનાની પણ તપાસ કરવામાં આવી હતી.

આ અહેવાલમાં એ વાત સામે આવી છે, કે કોરોનાની સામે એન્ટીબોડી અને કિલર ટી-સેલ્સ પણ બની છે.ત્યારપછી રવિવાર ને 19 જુલાઈના રોજ રિચર્ડે જ સૌથી પહેલા આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે, કે સોમવારે ઓક્સફોર્ડની વેક્સીનના પરિણામોની જાહેરાત પણ કરવામાં આવશે. તેમના આ ટ્વિટને લઈને વિશ્વમાં ખાસી ચર્ચા ચાલી રહી હતી.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સાથેની વેક્સીનને તૈયાર કરનારી ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ ન્યૂ ઈગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં દાવો કર્યો છે, કે આ ટ્રાયલનાં સમયે જે વેક્સીન આપવામાં આવી હતી, તેમા કોરોના સર્વાઈવરની તુલનામાં વધુ એન્ટીબોડી બની હતી. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન ડિસિસના ડિરેક્ટર ડો.એન્થની ફોસીએ જણાવતાં કહ્યું છે, કે પરિણામો સારા છે, આશા છે કે આ વેક્સીન સફળ રહેશે.ટ્રાયલમાં કોઈપણ મોટી આડ અસર જોવાં મળી નથી.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ ટ્રાયલનાં સમયે કોઈપણ મોટી આડ-અસર જોવા મળી નથી. માત્ર થાક લાગવો, માથુ દુખવું, ઠંડી લાગવી અને શરીરમાં થોડી બળતરા થવી જેવી તકલીફ દેખાઈ આવી હતી. જ્યાં ઈન્જેક્શન લગાવવામાં આવ્યુ હોય ત્યાં થોડા પ્રમાણમાં દુખાવો થયો. પણ તે માત્ર ઓવરડોઝની જ સ્થિતિમાં જોવા મળ્યું.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ પહેલાં તબક્કાનો ટ્રાયલ એપ્રિલ મહિનામાં જ કર્યો હતો. આરોગ્ય પ્રધાન મેટ હેનકોકના મત મુજબ વેક્સીન તૈયાર કરનારી ટીમને સતત કાર્યમાં જોડાયેલી છે, જે આ વર્ષે ગમે ત્યારે ઉપલબ્ધ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *