ગુજરાત રાજમાં આવેલા સુરત શહેરમાં ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC) માં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે તેની સાથે થયેલા દુષ્કર્મ વિષે કહ્યું છે. ફરિયાદીનું કહેવું છે કે, જ્યારે તે 16 વર્ષનો હતો ત્યારે તેથી 5 વર્ષ મોટી છોકરીએ તેને લલચાવીને એક OYO હોટલમાં લઈ ગઈ હતી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પીડિતનું કહેવું છે કે, ત્યારે છોકરી પુખ્ત થઈ ત્યારે લગ્નની વાત કરી હતી, તેની સાથે પૈસાની છેતરપિંડી કરી હતી.
હવે તે યુવતીએ બીજા લગ્ન કરી લીધા છે. ત્યારે હવે 22 વર્ષીય યુવકે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) હેઠળ કેસ નોધાવ્યો છે અને ન્યાયની માંગ કરી છે. ફરિયાદ મળતાની સાથેજ CWCએ પોલીસને કેસની વિગતો એકત્રિત કરવા માટેનું કહ્યું છે. યુવક સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, મેં પોલીસને ફરિયાદ કરી હતી પરંતુ તેના દ્વારા એફઆઈઆર નોંધવામાં ન આવતા મેં CWCનો સંપર્ક કર્યો હતો.
એક મોટી ફર્નિચર કંપનીમાં ડિઝાઈનર કારપેન્ટર તરીકે કામ કરતા પીડિતએ કહ્યું કે, આરોપી મહિલા મારા કરતા પાંચ વર્ષ મોટી છે. અમે પહેલી વાર ડિસેમ્બર 2015માં એક સામાજિક કાર્યક્રમમાં મળ્યો હતો. ત્યાં બાદ તેઓ ઉત્તર ગુજરાતના એક ગામમાં ફેમિલી ફંક્શનમાં પણ મળ્યા હતા.
પીડિતએ ફરિયાદ નોધાવતા કહ્યું કે, મહિલાએ તેનો નંબર માંગ્યો હતો અને બાદમાં તેણે સંપર્ક કર્યો હતો. સંપર્ક કર્યા બાદ યુવતીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જયારે પીડિતએ કહ્યું કે હું સગીર છું. ત્યારે મહિલાએ કથિત રીતે કહ્યું કે, તે તેના પુખ્ત બનવાની રાહ જોશે. ત્યાર બાદ બંને મળવા લાગ્યા હતા.
ફરિયાદીના વકીલ અરવિંદ કુંત સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મહિલા OYO હોટલમાં બુકિંગ કરતી હતી ત્યાર બાદ સગીર સાથે શારીરિક સંબંધો બાંધતી હતી. મહિલાએ નર્સિંગ કોર્સ માટે પીડિત પાસેથી પૈસાની માંગણી કરી હતી અને સરકારી નોકરી માટે 5 લાખ રૂપિયા લીધા હતા. અરવિંદ કુંતનું કહેવું છે કે, મહિલાએ છ મહિના પહેલા જ કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા છે. યુવકે ખુલાસો કર્યો હતો કે, તેને કાવતરાના ભાગરૂપે છેતરવામાં આવ્યો હતો. CWCના ઈન્ચાર્જ અધ્યક્ષ પરેશ કાકડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓએ પોલીસ પાસેથી વધુ વિગતો માંગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.