સુરતમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધતા ખેડૂતોને પ્રેરિત કરવા P.M કિસાન સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો

સુરત(ગુજરાત): આપણે સૌ જાણીએ જ છીએ કે, ભારત(India) એક કૃષિપ્રશાન દેશ છે. ત્યારે હાલમાં જ સુરત(Surat)ના અઠવા કૃષિ ફાર્મ(Athwa Krishi Farm) ખાતે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તજજ્ઞો દ્વારા 261 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત, આધુનિક યુગમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધતા પ્રેરિત કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સ્વઅનુભવ પણ જણાવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, મંગળવારના રોજ સરકારના ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરતના અઠવા ફાર્મ કેમ્પસમાં અસ્પી શકીલમ બાયોટેકનોલોજી કોલેજના સભાખંડ ખાતે પી.એમ. કિસાન સન્માન નિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત 261 જેટલા ખેડૂત ભાઈ-બહેનોને સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સ્વઅનુભવ જણાવી માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ.રાકેશ કે.પટેલ દ્વારા સુરતની પ્રવૃતિઓ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હિમાચલપ્રદેશના શિમલા ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના કાર્યક્રમને ઉપસ્થિત દરેક જણે નિહાળ્યો હતો. આ દરમિયાન, સંયુક્ત ખેતી નિયામકશ્રી કે.એસ.પટેલ દ્વારા ખેતીવાડીની યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો રામચંદ્રભાઈ પટેલ (ભટગામ), મહેશભાઈ પટેલ(એરથાણ), ચેતનભાઈ પટેલ (કરંજ) તથા મનહરભાઇ લાડ (ઓલપાડ) દ્વારા પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો જણાવવામાં આવ્યા હતા અને ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કરી આ દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત પણ કર્યા હતા.

આ પ્રસંગે નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) એન.જી.ગામીત, સુરતના પ્રોજેક્ટ ડાયરેક્ટર(આત્મા) અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તથા ખેતીવાડી, બાગાયત, આત્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ હાજર રહ્યા હોવાનું જણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *