હાલમાં ગુજરાતમાં પેટાચૂંટણીના પ્રચારના બ્યુગલ ફૂંકાઈ ચુક્યા છે. ભાજપ કોંગ્રેસના અનુક્રમે સાત અને પાંચ ઉમેદવારો જાહેર થઇ ચુક્યા છે. તમામ બેઠકો કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં બાદ ખાલી પડી હતી. અને ભાજપે આ પક્ષપલ્ટુઓને ટીકીટ આપીને કોંગ્રેસનિર્ભર હોવાનું ફરીવાર સાબિત કરી દીધું છે.
અમરેલી જિલ્લા ના ખંભા તાલુકા ના વાકીયા ગામ ના આંદોલનકારી યુવાન ધાર્મિક માલવિયા એ 94- ધારી બગસરા ખંભા વિધાનસભા પેટા ચૂંટણી મા ઉમેદવારી નોંધાવવા આજ રોજ ફોર્મ ઉપાડ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ ના કન્વીનર તરીકે સક્રિય ભૂમિકા ભજવી આંદોલન ની આગ ને બુલંદ બનાવી હતી.
સુરત મા સક્રિય રીતે આજ પણ ચાલી રહેલ પાસ ટીમ મા અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયા ની મહત્વ ની ભૂમિકા છે. યુવાનોમા સબળ લડાયક છાપ ધરાવનાર આ યુવાન જો ધારી સીટ પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવે તો ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ સીટ જીતવી કપરી બની રહેશે.
ધારી બગસરા ખાંભા વિધાનસભા વિસ્તાર મા જાતિ સમીકરણ ની દ્રષ્ટીએ જોઈએ તો પાટીદાર બહુમતી ધરાવતમતો વિસ્તાર છે અને અને આ યુવાન ચેહરો પાટીદાર સમાજ ની સાથે સાથે અન્ય સમાજ ના યુવાનો મા પણ પ્રતિભા ને પ્રભુત્વ ધરાવતો ચેહરો છે. ધાર બગસરા વિધાનસભા વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોએ ટીકીટ માંગી હતી પરંતુ પરેશ ધાનાણીના નજીકના માનતા સુરેશ કોટડીયાને ટીકીટ મળતા પાસ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle