સુરત: બાઈક પર બેસેલી 17 વર્ષય કિશોરીની કમર પર હાથ ફેરવી રોમિયોએ કરી છેડતી, પછી પોલીસે એવા હાલ કર્યા કે…

સુરતમાં અવાર-નવાર છેડતીઓ ની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. કાકા તેની ભત્રિજીને દવાખાને લઈ જતા હતા એ દરમિયાન કાપોદ્રા સર્કલ પર ટ્રાફિક સિગ્નલ પર ઉભા હતા. તે દરમિયાન એક યુવકે યુવતીના કમરના ભાગ હાથ ફેરવીને શારીરિક છેડતી કરી હતી. જેથી ભત્રિજીએ કાકાને સમગ્ર ઘટનાની જાણ કરતાં યુવકને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, ગઈકાલના રોજ કાકા તેની ભત્રિજીને દવાખાને લઈ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન જવાહરનગર ચાર રસ્તા પાસે આવેલ ખોડીયાર પાનના ગલ્લાની સામે જાહેર રોડ પર ટ્રાફિક સિગ્નલ હોવાથી કાકાએ પોતાનું બાઈક ઉભું રાખી દીધું હતું.

કાપોદ્રા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ હોવાના કારણે બાઈકમાં કાકાની પાછળ ભત્રિજી બેઠી હતી. તેણે કાકાને વાત કરી કે સામે ઉભેલ અજાણ્યો શખ્સ પાછળથી કમરના ભાગે સ્પર્શ કરી છેડતી કરી છે.જેથી કાકાએ બાઈકને સાઈડમાં કરી દઈ અજાણ્યાને ટ્રાફિક પોલીસની મદદથી ઝડપી લઈ પોલીસ હવાલે કર્યો હતો.

100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવતા પોલીસ કાફલાએ આવીને છેડતીખારને ઝડપી લીધો હતો. છેડતી કરનારે પોતાનું નામ રતિલાલ ઉર્ફે રાજુ જેન્તીભાઈ અઘારા (ઉ.વ.32) (રહે. કાપોદ્રા ચાર રસ્તા સુરત) હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે આરોપી રાજુ અઘારાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *