નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય કરતાં રાજ્યને સ્પેશ્યલ અધિકાર આપનાર અનુચ્છેદ-370ને ખત્મ કરવાનો નિર્ણય લેતા પહેલી પ્રતિક્રિયા આવી છે. ભારતના આ નિર્ણય પર પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાની શેર બજારમાં જોરદાર કડાકો બોલાઇ ગયો છે. બીજીબાજુ ઇમરાન ખાને પાકિસ્તાન સંસદીય સમિતિની બેઠક બોલાવી છે. મીડિયા રિપોર્ટ્સના મતે ભડકેલા પાકિસ્તાને કહ્યું કે ભારતે ખૂબ જ ખતરનાક ખેલ ખેલ્યો છે. તેની ભયાનક અસર પડી શકે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ કહ્યું કે ભારત ખૂબ જ ખતરનાક ગેમ રમી રહ્યું છે. આખા વિસ્તાર પર તેની ઘાતક અસર પડી શકે છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીરના મુદ્દાને સમાધાનની તરફ લઇ જવા માંગે છે જ્યારે ભારત સરકારે આ નિર્ણયથી સમસયાને વધુ જટિલ બનાવી દીધું છે. હવે કાશ્મીરીઓ પર પહેલાંથી પણ વધુ પહેરો બેસાડી દીધો છે. અમે આ અંગે સંયુકત રાષ્ટ્રને વાત આપ્યું છે. અમે ઇસ્લામિક દેશોને પણ આ અંગે જણાવી દીધું છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય વિવાદમાં પાકિસ્તાન એક કથિત પક્ષકાર તરીકે ભારતના આ પગલાંને ખત્મ કરવા માટે તમામ સંભવિત ઉપાયોને અજમાવશે. પાકિસ્તાને કહ્યું કે તમામ મુસલમાન મળીને કાશ્મીરીઓની સલામતીની દુઆ કરે. પાકિસ્તાની કોમ સંપૂર્ણપણે કાશ્મીરીઓની સાથે છીએ.