પાકિસ્તાન(Pakistan)ના પંજાબ(Punjab) પ્રાંતમાં એક રેલી દરમિયાન ઈમરાન ખાન(Imran Khan attack) પર ફાયરીંગ(firing) કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ ઘાયલ થયા હતા. સાથે જ આ હુમલો કરનાર યુવક ઝડપાઈ ગયો હતો. હુમલાખોરની ઓળખ ફૈઝલ બટ્ટ તરીકે થઈ હતી. એક નિવેદન આપતા હુમલાખોરે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી તેના પર મે ગોળી ચલાવી હતી. હુમલાખોરે જણાવ્યું કે તેણે આ નિર્ણય અચાનક લીધો છે. તે જ સમયે, તેણે કહ્યું કે તેની સાથે અન્ય કોઈ નથી. અહેવાલો અનુસાર, બે હુમલાખોરો આવ્યા હતા, જેમાંથી એક માર્યો ગયો હતો. જ્યારે એકની પોલીસે ધરપકડ કરી હતી.
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર હુમલો કરનારે જાણો શું આપ્યું નિવેદન pic.twitter.com/9Pep6ISnpc
— Trishul News (@TrishulNews) November 4, 2022
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક રાજકીય કૂચ દરમિયાન ગુરુવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પર હુમલો કરનાર વ્યક્તિએ કહ્યું કે તેણે ખાનને મારી નાખવાનો પ્રયાસ કર્યો કારણ કે “તે જનતાને ગેરમાર્ગે દોરતો હતો.” પંજાબના વઝીરાબાદ શહેરમાં અલ્લાહવાલા ચોક નજીક આ ઘટના બની હતી જ્યારે ઇમરાન ખાન જલ્દી ચુંટણી થાય તેવી માંગને લઈને આગેવાની કરી રહ્યા હતા.
હુમલાખોરને ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકરો અને સુરક્ષા કર્મચારીઓએ તરત જ પકડી લીધો હતો. હુમલાખોરની કબૂલાતની ક્લિપ સ્થાનિક મીડિયામાં પ્રસારિત કરવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિએ એક વીડિયોમાં કહ્યું, “તે (ઈમરાન) લોકોને ગેરમાર્ગે દોરતો હતો અને હું તેને જોઈ શકતો ન હતો. તેથી મેં તેમને મારવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું, ‘મેં ખાનને મારવાનો પૂરો પ્રયાસ કર્યો. હું તેને (ખાન)ને મારવા માંગતો હતો અને બીજા કોઈને નહીં.” બંદૂકધારીએ કહ્યું કે તે કોઈ રાજકીય, ધાર્મિક કે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો નથી. તેમણે કહ્યું કે 28 ઓક્ટોબરે મેગા રેલીની જાહેરાત બાદ પીટીઆઈ ચીફને મારવાનો વિચાર તેમના મગજમાં આવ્યો હતો.
તેણે કહ્યું, ‘મેં આજે તેમને મારવાનું નક્કી કર્યું છે. ખાને કૂચ શરૂ કરી ત્યારે મને આ વિચાર આવ્યો. હું એકલો છું અને મારી સાથે કોઈ નથી. હું મારી મોટરસાઇકલ પર આવ્યો હતો અને તેને મારા કાકાની દુકાનમાં પાર્ક કરી હતી.ખાનના પક્ષના વરિષ્ઠ નેતા અસદ ઉમરે મીડિયાને જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ વડા પ્રધાનને તેમના પગમાં ગોળી વાગી હતી. ઉમરે કહ્યું, ‘ખાનને રોડ માર્ગે લાહોર લઈ જવામાં આવી રહ્યો છે. તેની હાલત નાજુક નથી, પરંતુ તેને ગોળી વાગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.