પાકિસ્તાન: હાલમાં પાકિસ્તાનના રહીમ યાર ખાન વિસ્તારમાં બનેલી મંદિરમાં તોડફોડની ઘટના પછી ત્યાં વસતા હિંદુ સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો છે. રવિવારે પાકિસ્તાનના કરાચીમાં રહેતા અલ્પસંખ્યકોએ સતત થઈ રહેલા અત્યાચારો વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કરાચીમાં જોરશોરથી ‘જય શ્રી રામ’ અને ‘હર હર મહાદેવ’ના નારા બોલવામાં આવ્યા હતા.
કરાચીની પ્રેસ ક્લબ બહાર થયેલા રવિવારે વિરોધ પ્રદર્શનમાં અલ્પસંખ્યક સમુદાયના લોકોનો સમાવેશ થયો હતો. તેમાં હિંદુ સમુદાય ઉપરાંત શીખ, પારસી, ઈસાઈ અને અન્ય લોકો પણ જોડાયા હતા. જેમણે હાલમાં બનેલી મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરી હતી અને અલ્પસંખ્યકો વિરૂદ્ધ થઈ રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ ‘જય શ્રી રામ’ અને ‘હર હર મહાદેવ’ના નારા પણ જોર શોરથી લગાવ્યા હતા. તેમણે ભગવો ઝંડો લહેરાવવા ઉપરાંત ‘વી વોન્ટ જસ્ટિસ’ લખેલા બેનર સાથે હતા.
આ વિરોધ પ્રદર્શનમાં કરાચીના પ્રસિદ્ધ પ્રાચીન હનુમાન મંદિરના મુખ્ય પુજારી રામનાથ મિશ્ર મહારાજ પણ સામેલ થયા હતા. તેમણે ગુંડાઓ મારફતે ગણેશ મંદિરમાં તોડફોડ કરવામાં આવી તેની નિંદા કરી હતી. વધુમાં તેમને જણાવ્યું હતું કે, જેમ ઈસ્લામ ધર્મ વિરૂદ્ધ ખોટું કરનારાઓને સજા-એ-મોત અથવા ઉંમર કેદ મળે છે તેવી જ રીતે અમારા ધર્મને નુકસાન પહોંચાડનારાને પણ સજા મળવી જોઈએ. હાલ પાકિસ્તાનમાં હિંદુઓ વિરૂદ્ધ આતંક વધી રહ્યો છે.
તેવામાં રામનાથ મિશ્ર મહારાજે જણાવ્યું હતું કે, અમારા હિંદુ ધર્મને બદનામ કરવામાં આવી રહ્યો છે. હિંદુ ધર્મને શાળાના પુસ્તકોમાં જેવો બતાવવામાં આવ્યો છે તે ખુબ જ આપત્તિજનક છે. આ પ્રકારની ઘટનાઓ પર સરકાર એક્શન લે તેવી વિનંતી કરી છે.
આ પ્રદર્શનમાં કરાચીના મુફ્તી ફૈસલ પણ સામેલ થયા હતા. તેમના જણાવ્યા અનુસાર, હું ઈસ્લામ સાથે સંબંધ ધરાવું છું પરંતુ સમુદાયો વચ્ચે નફરત ફેલાય તેવું ન થવું જોઈએ. હિંદુસ્તાનમાં આજે પણ મુસ્લિમ અલ્પસંખ્યક છે અને તેઓ સૌ અમન સાથે રહે છે. ભારતના વિવિધ ક્ષેત્રોમાં અમારા ઘણાં સંબંધીઓ છે અને તેઓ ત્યાં ખૂબ ખુશ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.