સાસુ હોય તો આવી! જમાઈને લગ્નના દિવસે એવી ભેટ આપી કે… આ વિડીયો જોઈ આંખો પહોળી થઇ જશે

સોશિયલ મીડિયા પર કેટલાંક ખુબ વાયરલ વિડીયો અવારનવાર સામે આવતા હોય છે. હાલમાં પણ આવો જ એક વિડીયો સામે આવી રહ્યો છે. લગ્નમાં નવ પરણિત દંપતીને અનોખી ભેટ મળતી રહેતી હોય છે પરંતુ કેટલાક મહેમાનો એટલી ક્રિએટીવ ગ્રીફ્ટ આપતાં હોય છે કે, આપણને નવાઈ લગતી હોય છે.

મહેમાનોની વાત જવા દઇએ પરંતુ જો તમારા સાસુ તમને લગ્નના મંડપમાં AK-47 ભેટમાં આપે તો કેવું લાગે? સામાન્ય સંજોગોમાં બિલકુલ અશક્ય લાગતી આ ઘટના ખરેખર બની છે. પાકિસ્તાનમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે. જ્યાં જમાઇને લગ્ન બાદ મંડપમાં જ તેની સાસુએ AK-47 ભેટમાં આપી છે.

આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પાકિસ્તાનમાં આવેલ કરાચીમાં રહેતા આદિલ અહસાન નામના ટ્વિટર યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તેણે પોતાના ટ્વિટરમાં પત્રકાર હોવાનો દાવો પણ કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લગ્નનો એક સમારંભમાં એક મહિલા વરરાજાનું માથું પ્રેમથી ચૂમે છે તેમજ ત્યારપછી તેને ભેટમાં રાઇફલ આપે છે.

આ દરમિયાન લગ્નમાં હાજર મહેમાન પણ ચોંકી જાય છે. જો કે, આ વીડિયો સાચો છે કે નહીં તે વાતની પુષ્ટી કરવામાં આવતી નથી. વીડિયોમાં જે અવાજ આવી રહ્યો છે તેને જોતા એવું લાગે છે કે, આ બધુ એમના માટે ગૌરવની વાત છે. આ વીડિયોના યુઝર્સ પાકિસ્તાનનો ગણાવી રહ્યા છે.

જો કે, ઘણાં લોકોએ આ વીડિયો જોયા બાદ અનેક પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યું હતું કે, પાકિસ્તાન હવે સમાપ્ત થઈ ગયું છે, જ્યારે સમગ્ર વિશ્વ આગળ વધી રહ્યું છે ત્યારે પાકિસ્તાનીઓ પછાત છે. તેઓ હજુ પ્રથમ મધ્યયુગીન યુગમાં પહોંચ્યા છે, થોડા વર્ષોમાં તેઓ પથ્થર યુગમાં પહોંચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *