સોમવારે સવારે પાડોશી દેશ પાકિસ્તાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. સિંધના દહરકી વિસ્તારમાં બે ટ્રેનો ટકરાઈ છે, આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. પ્રારંભિક માહિતી અનુસાર, અત્યાર સુધી 30 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું મનાઈ રહ્યું છે. મિલ્લટ એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ વચ્ચેની ટક્કરમાં મૃત લોકોની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના છે કારણ કે હજી પણ ઘણા લોકો અંદર ફસાયેલા છે.
આ અકસ્માત ઘોટકી નજીક બન્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, મિલ્લટ એક્સપ્રેસના ડબ્બાઓ અનિયંત્રિત થયા હતા અને બીજા ટ્રેક પર જઈને પડ્યા હતા. આ વચ્ચે જ સામેથી આવી રહેલી બીજી ટ્રેનનો અકસ્માત થયો હતો. આને કારણે મિલ્લટ એક્સપ્રેસની આઠ બોગીઓ અને એન્જિન સહિત સર સૈયદ એક્સપ્રેસની ચાર બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 30 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 40 થી 50 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે.
A heart breaking news come At least thirty passengers have been killed in a result of collision of two trains near Ghotki this morning so sad. ??#Ghotki#TrainAccident #Pakistan #Sindh #mondaythoughts pic.twitter.com/0TIkPaZKkQ
— Shakeel Bahadur???? (@tharki09) June 7, 2021
મળતી માહિતી મુજબ, મિલ્લટ એક્સપ્રેસ કરાચીથી સરગોધા જઈ રહી હતી અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઇ રહી હતી. અકસ્માત સવારે 3.45 કલાકે થયો હતો. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, અકસ્માત સવારે 3: 45 વાગ્યે થયો હતો. અકસ્માતને ચાર કલાક વીતી ગયા હોવા છતાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા નહોતા. આ સાથે સાથે જ લોકોને બચાવવા જે મશીનરી જોઈએ તે પણ હજુ સુધી પહોચી નહોતી. હજી ઘણા મુસાફરો ખરાબ રીતે ફસાયેલા છે.
JUST IN At least 30 + passengers killed, several injured in Ghotki train accident in Sindh, Pakistan pic.twitter.com/V3ApIgYevw
— World News Live Alerts (@WorldNewsLive_) June 7, 2021
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા મુસાફરો ફસાયેલા છે જેમને ત્યાંથી ફક્ત ટ્રેન કાપીને દૂર કરી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇજાગ્રસ્તોને ટ્રેક્ટર ટ્રોલી દ્વારા પરિવહન કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર મેડિકલ ટીમ રાત્રે 9.30 વાગ્યે ત્યાં પહોંચી જશે અને તે પછી જ જાણી શકાય છે કે આ અકસ્માતમાં કેટલું નુકસાન થયું હશે. બચાવ ટીમ અહીં આવી પહોંચી છે, ત્યારબાદ રાહત કાર્ય શરૂ કરાયું છે. ઘણા લોકો ખરાબ રીતે ફસાયા છે. જોકે, અહીં ભારે કટર અને મશીનરી પહોંચી શકી નથી. ટ્રેનના અકસ્માતને કારણે અનેક ટ્રેનોની અવરજવર પણ પ્રભાવિત થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.