ભારતીય સૈનિકોની બાજ નજરથી ગભરાયા આતંકવાદીઓ – હવે ઘૂસણખોરી કરવાં માટે શોધ્યો આ નવો રસ્તો

જમ્મુ-કાશ્મીરમાં ગત અઠવાડિયે સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓના પુલવામા હુમલાનું પુનરાવર્તન કરવાના પ્રયાસને ત્યારે નિષ્ફળ કરી દીધો હતો. જ્યારે કુલ 4 પાકિસ્તાની આતંકવાદીઓને એ ટ્રકમાં ઊડાવી દેવામાં આવ્યા હતા. આ સુરક્ષાદળોની એક મોટી સફળતા હતી. આતંકવાદીઓ તથા પાકિસ્તાનમાં બેઠેલા એમના આકા સતત ભારતમાં અશાંતિ ફેલાવામાં લાગ્યા છે પણ સુરક્ષાદળોની સતર્કતાને લીધે એમના નાપાક ઇરાદાઓ સફળ થયા નથી.

આતંકવાદીઓના આકાએ કબૂલ્યું- મુશ્કેલી પડી રહી છે :
હવે સામે આની રહ્યું છે કે, નગરોટમાં અથડામણમાં શરૂ થયાની ઠીક પહેલા પાકિસ્તાનમાં બેઠેલા આકાઓએ એમને સંદેશ મોકલ્યો હતો. એમના સુધી જરૂરી સામાનનો સપ્લાય મોકલવામાં મુશ્કેલી થઈ રહી છે. જરૂરી સામાન એટલે કે વિસ્ફોટકો તથા હથિયારો.

નગરોટામાં માર્યા ગયેલા કુલ 4 પાકિસ્તાની આતંકવાદીઓનો આકા કોઈ અન્ય નહીં પણ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો ભાઈ મુફ્તી અસગર રઊફ છે. 19 નવેમ્બરે નગરોટમાં અથડામણ શરુ થયાથી ઘણીવાર પહેલા જ અસગર રઊફે જૈશના ઑપરેટિવ્સને સંદેશ મોકલવામાં આવ્યો હતો કે, એમના સુધી હથિયારો તથા વિસ્ફોટકો મોકલવામાં મુશ્કેલી પડી રહી છે.

આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા જૈશ થયું એક્ટિવ :
નગરોટામાં માર્યા ગયેલ કુલ 4 પાકિસ્તાની આતંકવાદી બહાવલપુરના હતા. રઊફની જ દેખરેખમાં આ 4 આતંકવાદી ભારતમાં ઘુસીને કોઈ મોટા આતંકવાદી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. ઇન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો પરત ફર્યા પછી જૈશ-એ-મોહમ્મદ ઘણું એક્ટિવ થઈ ગયું છે.

તે જમ્મુ-કાશ્મીરમાં મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર બનાવી રહ્યું છે. નગરોટામાં માર્યા ગયેલ 4 આતંકવાદીની ઘૂસણખોરી પણ આ નાપાક ઇરાદા માટે હતી. નગરોટામાં માર્યા ગયેલ આંતકવાદી એક સુરંગ દ્વારા ભારતમાં ઘૂસ્યા હતા.

બાંગ્લાદેશના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં આતંકવાદીઓ :
BSF ની ટીમે આતંકવાદીઓએ ઘૂસણખોરી કરેલ સુરંગ શોધી કાઢી હતી. આ સુરંગ લગબગ 200 મીટર લાંબી હતી. ખૂફિયા રિપોર્ટ્સ મુજબ સુરક્ષાદળોની ચોક્સાઈને લીધે આતંકવાદીઓને ઘૂસણખોરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. આનો અંદાજો એનાથી જ લગાવી શકાય છે કે, આતંકવાદી સંગઠન અલ-બદ્ર હવે બાંગ્લાદેશ દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાના રસ્તાઓ શોધવા લાગ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *