આ માસ્ટર માઈન્ડ પાકિસ્તાનીએ બીલ ગેટ્સનું 700 કરોડનું કરી નાખ્યું- જાણો કેવી રીતે?

સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલીક આશ્વર્યજનક સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. એકસમયે સમગ્ર દુનિયાના સૌથી ધનિક લોકોમાંના એક બિલ ગેટ્સ પણ ‘છેતરપિંડી’નો શિકાર બન્યા હતા. પાકિસ્તાની વ્યક્તિએ બિલ ગેટ્સની પાસેથી 7 અબજ રૂપિયાથી વધારેની છેતરપીંડી કરી છે.

આ દાવો એક પુસ્તકમાં થયો છે. પુસ્તક ‘The Key Man: The True Story of How The Global Elite was Duped by a Capitalist Fairy Tale’માં દાવો કરાયો છે કે, આરીફ નકવી નામના પાકિસ્તાનીએ બિલ ગેટ્સ પાસેથી 100 મિલિયન ડોલર (અંદાજે 7 અબજ રૂપિયા)ની છેતરપિંડી કરી હતી.

આ પુસ્તક સિમોન ક્લાર્ક તેમજ વિલ લૂચ દ્વારા લખવામાં આવ્યું છે. પુસ્તકમાં જણાવાયું છે. કે હકીકતમાં આરીફ નકવી એક ‘ઠગ’ છે કે, જે અબજોપતિઓની સંપત્તિ પચાવી પાડતો હતો. આરીફ પાકિસ્તાનમાં એક પ્રાઇવેટ ઇક્વિટી ફર્મનો ચીફ હતો.

તેઓ સમગ્ર વિશ્વના રોકાણકારો માટે અનેકવિધ વ્યવસાયોમાં નાણાં રોકવા માટે કામ કરતા હતા. આ દરમિયાન તેમણે બિલ ગેટ્સ સહિત કેટલાક ધનિક લોકોની સાથે ખુબ સારા સંબંધો બનાવ્યા હતા. ત્યારપછી આ સંબંધોનો લાભ ઉઠાવીને તેણે રોકાણ કરવા માટે બિલ ગેટ્સની પાસેથી મોટી રકમ ઉઘરાવી હતી.

આરીફ નકવીએ અંદાજે 100 મિલિયન ડોલરની ગેરરીતિ કરી હતી. આ રકમનો અડધો ભાગ મળ્યો નથી. જેને કારણે નકવીને જેલ પણ થઈ શકે છે. કારણ કે, તેના એક કર્મચારીએ બધા જ રોકાણકારોને ઈ-મેલ મોકલીને જાણ કરી દીધી હતી. એક સમયે આરીફ નકવીનું કદ એટલું વધી ગયું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા એને મુસ્લિમ બિઝનેસ લીડર્સની સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આટલું જ નહીં પણ અમેરિકી સરકાર દ્વારા નકવીની એક કંપનીમાં કેટલાક મિલિયન ડોલરનું રોકાણ પણ કરવામાં આવ્યું હતું. જો કે, નકવીએ પોતાની માન-પ્રતિષ્ઠા વધારવા માટે મોટું દાન આપ્યું હતું. બિલ તથા મેલિન્ડા ગેટ્સની જેમ તેમણે પોતાનું ‘અમન ફાઉન્ડેશન’ બનાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *