પાકિસ્તાનના ક્રિકેટર ફહીમ અશરફે પોતાના ઘરમાં ધોની સાથે પોતાનો ફોટો મુક્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ફહીમ અશરફે ધોની સાથે સેલ્ફી બનાવીને દિવાલ પર લગાવી છે.
ખુબ જ ઝડપથ આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેણે ભારતીય ચાહકોના દિલ જીતી લીધા છે. તમને જણાવી દઈએ કે, ભારત સિવાય મહેન્દ્ર સિંહ ધોનીને પાકિસ્તાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. પાકિસ્તાનના વર્તમાન ક્રિકેટરો પણ ધોનીના મોટા ચાહકો છે. પાકિસ્તાની ક્રિકેટર ફહીમ અશરફે કેટલાક સાથી ક્રિકેટરોને તેમના ઘરે ડિનર પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું.
આ ડિનર પાર્ટીમાં પોતાના ઘરની દીવાલ પર ધોનીનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હસન અલી, હેરિસ રઉફ અને શાદાબ ખાન જેવા ક્રિકેટરો ડિનર પાર્ટીમાં ફહીમના ઘરે પહોંચ્યા હતા.
View this post on Instagram
કોણ છે ફહીમ અશરફ?
પાકિસ્તાનના ઓલરાઉન્ડર ફહીમ અશરફે 11 ટેસ્ટ, 31 વનડે અને 42 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ફહીમે 2017 માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ધોની સાથેની તેની સેલ્ફી તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકોએ લખ્યું કે, આ તસવીર બતાવે છે કે ધોનીનો ક્રિકેટરોના જીવન પર કેટલો પ્રભાવ છે.
ધોની જેવું કોઈ નથી:
ધોનીની કેપ્ટનશીપમાં ભારતે આઈસીસી વર્લ્ડ ટી 20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (2013) નો ખિતાબ જીત્યો છે. આ સિવાય ભારત 2009 માં પ્રથમ વખત ટેસ્ટમાં નંબર વન બન્યું હતું. ઓગસ્ટ 2020 માં, ધોનીએ અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2008 માં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. જ્યારે ધોનીએ ટીમની કેપ્ટનશીપ સંભાળી ત્યારે તેની સામે ઘણા પડકારો હતા. જેમ કે યુવાનોને તકો આપવી અને ભવિષ્ય માટે ટીમ બનાવવી. તે તમામ પડકારોનો સામનો કરતી વખતે ધોનીએ ભારતીય ટીમને ઘણી ઐતિહાસિક ક્ષણો આપી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.