છેલ્લા કેટલાક દિવસથી એલ.ઓ.સી પર પાકિસ્તાન દ્વારા પોતાના જાસૂસી ડ્રોન મોકલીને ભારતીય સેનાની ગતિવિધિઓ પર નજર રાખવાની કોશિશ થઈ રહી છે. વધુ એકવાર પાકિસ્તાનની નાપાક કોશિશ સામે આવી છે. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પાકિસ્તાન બોર્ડર પર શનિવારે મોડી રાત્રે પાકિસ્તાની ડ્રોન ડિટેક્ટ થતા સાથે જ ભારતીય સેનાએ તેને હવામા જ ઉડાવી દીધુ.
ભારતીય સેના દ્વારા પણ આ બાબતે પુષ્ટિ કરતાં કહેવામાં આવ્યું છે કે, શનિવારે રાત્રે આઠ કલાક અને 15 મિનિટે શ્રી ગંગાનગર ના હિન્દુમલ બોર્ડર પાસે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસણખોરી માટેનો પ્રયાસ કરી રહ્યું હતું। જેને ભારતીય સેનાના જવાનોએ હવામાં ફાયરિંગ કરીને તોડી પાડ્યું હતું. સેનાએ જણાવ્યું છે કે પાકિસ્તાન સીમા નજીક ભારતીય સેનાની ગતિવિધિઓ અને વાયુસેનાની જાસૂસી કરવા માટે કેમેરા લગાવેલા ડ્રોન મોકલી રહ્યું છે.
આ કાર્યવાહી બાદ સેનાએ બોર્ડર આસપાસના આવેલા ગામડાઓમાં જઇને ગામવાસીઓને સુચના આપી છે કે, તેઓ ને ખેતરમાં કોઈપણ સંદિગ્ધ વસ્તુ જોવા મળે તો તરત જ તેની જાણ પોલીસ અથવા સેનાને આપવામાં આવે અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જાગૃતતાથી રહેશો. છેલ્લા ૧૮ કલાકમાં ત્રીજી વખત પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસ્યુ હતું. અહીં ઉલ્લેખનીય છે કે, ૨૭ ફેબ્રુઆરીએ પણ ગુજરાતના કચ્છમાં ભારત-પાકિસ્તાન સીમા પર ભારતીય સેનાએ એક પાકિસ્તાની ડ્રોન ને તોડી પાડ્યું હતું.