આ પાકિસ્તાની નેતા નો ભારત પ્રત્યેનો પ્રેમ જોઈ ને તમે પણ કેહ્શો વાહ ,જુઓ વિડીયો…

પાકિસ્તાનના રાજકીય દળ એમક્યુએમના સંસ્થાપક અલ્તાફ હુસૈનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભારતનું દેશભક્તિ ગીત ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા’ ગાતા…

પાકિસ્તાનના રાજકીય દળ એમક્યુએમના સંસ્થાપક અલ્તાફ હુસૈનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભારતનું દેશભક્તિ ગીત ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા’ ગાતા જોઈ શકાય છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન ભારતનું દેશભક્તિ ગીત ગાઈને હુસૈને પાકિસ્તાનના ગાલે તમાચો માર્યો છે.

લંડનમાં રહેતા પાકિસ્તાનની વરિષ્ઠ રાજકીય પાર્ટી મુત્તાહિદા કોમી મૂવમેન્ટના સંસ્થાપક અલ્તાફ હુસૈનનો ભારતનું દેશભક્તિ ગીત ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા’ ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક તરફ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ થયા બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને તેના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી છે તેવામાં આ પ્રકારનો વીડિયો વાયરલ થવાથી પાકિસ્તાન ધુંધવાઈ ઉઠયું છે.

કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રના સુપરવાઈઝર તૈનાત કરવાની પાકિસ્તાનની માંગણીને લઈ હુસૈને બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વાહ અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પણ યુએનના સુપરવાઈઝર તૈનાત કરાવવા માંગણી કરી હતી જેથી દુનિયા પાકિસ્તાનમાં કઈ રીતે માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે જોઈ શકે. હુસૈને કલમ 370 નાબુદીને ભારતનો અંગત મામલો ગણાવીને પાકિસ્તાનને પીઓકે દેશમાં જોડી બતાવવા પડકાર ફેંક્યો હતો. તેમણે પાકિસ્તાન સરકાર પર કાશ્મીરના દુરૂપયોગનો આરોપ લગાવ્યો હતો અને પાકિસ્તાનમાં મુહાજિર, બલોચ અને પશ્તુન લોકોની હત્યા મામલે ભારતીય મીડિયાની ચુપકિદીની ટીકા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અલ્તાફ હુસૈન પાકિસ્તાનમાં વસતા ભારતીય લોકો(મુહાજિરો)નું સમર્થન કરવા માટે અને ભારતના વિભાજનના ટીકાકાર તરીકે જાણીતા છે.

1992થી લંડનમાં વસતા અને બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા અલ્તાફ હુસૈનને પાકિસ્તાનની કોર્ટે 2015ની સાલમાં હત્યા, દેશદ્રોહ, હિંસા ભડકાવવી, હેટ સ્પીચ આપવી વગેરે આરોપોને લઈ ભાગેડુ ઘોષિત કર્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનની કોર્ટે મીડિયામાં અલ્તાફનો ફોટો, વીડિયો કે નિવેદન દર્શાવવા પર પ્રતિબંધ મુકેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *