મંદીમાં પડ્યા પર પાટું : સબસિડી વગરના રાંધણ ગેસના ભાવ રૂ. 15.50 વધ્યા, સીએનજી પણ મોંઘો

સપ્ટેમ્બર મહિનો શરૂ થતાં જ જનતા પર મોંઘવારીનો માર પડયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1લી સપ્ટેમ્બર 2019થી સબસિડી વગરના રાંધણ ગેસના ભાવમાં રૂ. 15.50નો વધારો…

સપ્ટેમ્બર મહિનો શરૂ થતાં જ જનતા પર મોંઘવારીનો માર પડયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1લી સપ્ટેમ્બર 2019થી સબસિડી વગરના રાંધણ ગેસના ભાવમાં રૂ. 15.50નો વધારો કર્યો છે તેમ દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને જણાવ્યું હતું.ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ રાજધાની દિલ્હીમાં રાંધણ ગેસના સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ રૂ. 590 થઈ ગયો છે. કોલકાતામાં આ સિલિન્ડરનો ભાવ રૂ.601થી વધીને રૂ. 616.50, મુંબઈમાં રૂ. 546.50થી વધીને રૂ. 562 અને ચેન્નઈમાં રૂ. 590.50થી વધીને રૂ. 606.50 થઈ ગયો છે.

બીજીબાજુ કમર્શિયલ 19 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં રૂ. 1054.50, કોલકાતામાં રૂ. 1114.50, મુંબઈમાં રૂ. 1008.50 અને ચેન્નઈમાં રૂ. 1174.50 થયો છે. ઓગસ્ટમાં સબસિડી વગરના રાંધણ ગેસના સિલિન્ડરની કિંમત રૂ. 62.50 ઘટાડવામાં આવી હતી. છેલ્લા બે મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ઘટાડા બાદ આ વધારો કરાયો છે. ઓગસ્ટમાં સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 574.50 રૂપિયા હતો.

બીજીબાજુ એલપીજીની સાથે સીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જોકે, એલપીજીની સરખામણીમાં સીએનજીનો ભાવવધારો નજીવો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 50થી 55 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.દિલ્હી-એનસીઆર, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરૂગ્રામમાં સીએનજીના ભાવમાં વધારો થયો છે. વધારા બાદથી દિલ્હીમાં સીએનજી પ્રતિ કિલો રૂ. 47.10 તો નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પ્રતિ કિલો રૂ. 53.50માં મળશે. ગુરૂગ્રામ અને રેવાડીમાં તેનો ભાવ પ્રતિ કિલો રૂ. 58.95 અને કરનાલમાં રૂ. 55.95 થયો છે.

એલપીજી અને સીએનજીના ભાવવધારા વચ્ચે એરલાઈન્સ કંપનીઓ માટે રાહતના સમાચાર છે. જેટ ફ્યુઅલના ભાવમાં રવિવારે 1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી તે ચાર મહિનાના તળીયે પહોંચ્યો છે.દિલ્હીમાં એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)નો ભાવ પ્રતિ કિલો લીટર રૂ. 597.62જેટલો  એટલે કે 0.9 ટકા ઘટીને રૂ. 62,698.86 થયો છે. મુંબઈમાં એટીએફનો ભાવ પ્રતિ કિલો લીટર રૂ. 61,199.79થી ઘટીને રૂ. 62,712.17 થયો હતો.

એટીએફના ભાવમાં ઘટાડાથી નાંણાંભીડમાં સપડાયેલી એરલાઈન્સને રાહત મળશે. એટીએફના ભાવમાં સતત ત્રીજા મહિને ઘટાડો થયો છે. જેટ ફ્યુઅલના ભાવમાં છેલ્લે 5.8 ટકાનો ઘટાડો કરાયો હતો.પરીણામે 1લી ઓગસ્ટે તેનો ભાવ પ્રતિ કિલો લીટર રૂ. 3,806.44 થયો હતો. સરકારી ઓઈલ કંપનીઓ પ્રત્યેક મહિનાની 1લી તારીખે આંતરરાષ્ટ્રીય ઓઈલ પ્રાઈસના બેન્ચમાર્કની સરેરાશના આધારે એટીએફમાં માસિક ધોરણે ફેરફાર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *