પાકિસ્તાન અવાર-નવાર ભારત સામે પોતાની નાપાક હરકતો કરતુ આવ્યું છે. ત્યારે આજે ફરી એક વખત પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ભારતીય જળસીમામાં પોરબંદરની બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. આ ઘટનામાં IMBL નજીક પોરબંદરની બોટ પર પાકિસ્તાની એજન્સીના કર્મચારીઓએ ફાયરિંગ કર્યું હતું, જેમાં પોરબંદરના એક ખલાસીને ગોળી વાગી હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે અન્ય 3 ગોળીઓ પાણીમાં ચલાવી હતી. પાકિસ્તાને બોટ પર ફાયરિંગ કરતા હાલ માછીમારોમાં ભય ફલાયેલો છે.
આ પહેલા પણ ઘણી વખત આવી ઘટનાઓ સામે આવતી રહે છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અનેકવાર ભારતીય માછીમારોને પકડીને બંધક બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાની મરીન એજન્સીના જવાનો ભારતીય સીમામાં ઘૂસીને પણ માછીમારોને પકડતા હતા. તેઓ માછીમારોને બંધક બનાવીને વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રાખે છે. ત્યારે હવે ફરીથી માછીમારીની સીઝન શરૂ થઈ છે. માછીમારીની સિઝન શરૂ થયાના પ્રારંભમાં જ તાજેતરમાં પ્રથમ છ અને બીજી વખત 10 બોટ સાથે માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો બનાવ બન્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગત બુધવારના રોજ રાત્રિના સમયે ભારતીય સીમામાં માછીમારી કરી રહેલ પોરબંદરની બોટ પર પાકિસ્તાની એજન્સીના જવાનો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોરબંદરના માછીમારો માછીમારી કરી રહ્યા હતા તે સમય દરમ્યાન પાકિસ્તાન મરિન સિકયુરિટી એજન્સી ઘસી આવી હતી. પાકિસ્તાની કર્મચારીઓએ બોટ પર કરેલા ફાયરિંગમાં એક ખલાસી ઘાયલ થયો છે. બોટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મનીષભાઈ લોઢારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
અત્રે ઉલેખનીય છે કે, થોડા પહેલા પણ પાકિસ્તાન દ્વારા આઠ બોટ સાથે સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળના 36 માછીમારોનું અપહરણ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ભારતીય જળસીમામાં ઘૂસીને બંદૂકના નાળચે પોરબંદરની 6 અને વેરાવળની 2 બોટ સહિત 36 માછીમારનું અપહરણ કર્યું હતું. તમામ માછીમારોને પાકિસ્તાન બંદર પર લઈ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle