પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અવારનવાર પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે. ક્રિકેટ કાળથી જ ઈમરાન ખાનની ઐયાસી ચર્ચાનો વિષય રહી છે, જે પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તેમની તેમ જ છે. પહેલા પણ ઇમરાનખાનની પૂર્વ પત્ની પણ અનેકવાર ઈમરાન ખાન પર શારીરિક સંબંધોને લઈને સણસણતા આરોપ લગાવી ચુકી છે. હવે ફરીએકવાર વધુ એક મહિલાને લઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી વિવાદોમાં ઘેરાયા છે.
પાકિસ્તાનની એક ટીવી ચેનલના હોસ્ટ કે જેનું નામ અલી સલીમ છે તેમણે દાવો કર્યો છે કે અમેરિકી મહિલા સિન્થિયા ડી રિચી સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન શરીરક સબંધ બાંધવા માંગતા હતાં. આ અમેરિકી મહિલા સિન્થિયા ડી રિચી એક બ્લોગર છે. થોડા કલાકો પહેલા જ સિન્થિયાએ પાકિસ્તાનના અનેક પૂર્વ મંત્રીઓ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. આ સમાચાર આવતા જ પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.
ટીવી હોસ્ટ અલી સલીમે જે ખુલાસો કર્યો છે જે ખરેખર ચોંકાવનારો છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર મહિલાને લઈને ગંભીર આરોપ લગાવ્યામાં આવ્યા છે જેથી પાકિસ્તાનની છબી ખરડાતી જોવા મળે છે. હોસ્ટે ખુલાસો કરતા જણાવ્યું છે કે, ઈમરાન ખાન અમેરિકી મહિલા સિન્થિયાની ખુબ જ નજીક હતાં. એટલે સુધી કે તેમણે સિન્થિયા સાથે રૂમ પણ શેર કર્યો હતો. આ દરમિયાન સિન્થિયાએ એકવાર તેમને જણાવ્યું હતું કે, પાકિસ્તાનના પીએમ મિયા ઈમરાન ખાન તેમની સાથે સેક્સ કરવા માંગતા હતાં. જો કે હોસ્ટ અલી સલીમે સિન્થિયાના એ આરોપોને સ્પષ્ટપણે ફગાવી દીધા જેમાં તેમણે પાકિસ્તાની મંત્રી રહમાન મલિક પર રેપનો આરોપ લગાવ્યો છે.
And, yes, I did tell someone at the UsEmb in 2011, but due to ‘fluid’ situation and ‘complex’ relations between US and Pakistan, response was less than adequate.
I’ve been engaged to a wonderful man who I met in ??. He encouraged me to speak out, so we can move on as a couple. https://t.co/PpfdF9Fuib
— Cynthia D. Ritchie (@CynthiaDRitchie) June 5, 2020
ગયા શુક્રવારે જ અમેરિકી મહિલા સિન્થિયાએ ફેસબુક પર લાઈવ કર્યું હતું જેમાં તેણે પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી રહમાન મલિકને લપેટામાં લેતા બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. સાથે-સાથે જ સિન્થિયાએ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી યુસૂફ રઝા ગિલાની ઉપર પણ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. સિન્થિયાએ સ્પષ્ટ કર્યું કે આ ઘટના જ્યારે બેનઝીર ભુટ્ટોની પાકિસ્તાની પિપલ્સ પાર્ટી સત્તામાં હતી ત્યારની છે. એટલે કે વર્ષ 2001ની વાત છે. એટલું જ નહીં સિન્થિયાએ તો એવો પણ દાવો કર્યો છે કે, તે સમયે તેમણે પાકિસ્તાનમાં રહેલા અમેરિકી દૂતાવાસને પણ પોતાની સાથે થયેલા અત્યાચારની જાણકારી આપી હતી પરંતુ તેમની વાત કોઈએ સાંભળી નહીં. પૂર્વ પ્રધાનમંત્રી યુસૂફ રઝા ગિલાનીએ આ આરોપો ફગાવી દીધા છે.
અમેરિકી મહિલા સિન્થિયા ડી રિચીએ લગભગ 10 વર્ષ પાકિસ્તાનમાં વિતાવ્યા છે. તેને પાકિસ્તાન સાથે ખુબ પ્રેમ થઈ ગયો હતો. કહેવાય છે કે સિન્થિયાના પાકિસ્તાની પીપલ્સ પાર્ટી (PPP)ના નેતાઓ સાથે સારા સંબંધો હતા. પરંતુ ત્યારબાદ આ નીકટના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ત્યારથી તે પીપીપીના નેતાઓના વિવાદિત ફોટાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. હવે વડાપ્રધાન ઈમરાન ખાન પણ સિન્થિયા સાથેના સંબંધોને લઈને વિવાદમાં સપડાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news