પાકિસ્તાનના મનસુબા પર ફરી વળ્યું પાણી, જુઓ ભારતીય સેનાની પ્રશંસનીય કામગીરી

Indian Army News: હિંસાગ્રસ્ત મણીપુરને ધ્રુજાવવાની સતત કોશીશો કરવામાં આવી રહી છે. ભારતીય સેનાની સક્રિયતાને કારણે આવા ષડયંત્રની કોઈ અસર થઈ રહી નથી. ભારતીય સેનાની અસમ રાયફલ ટુકડી અને મણીપુર પોલીસે એક ગામમાં આઈઈડી (Indian Army News) લાગેલી હોવાના સમાચાર મળતા કડક કાર્યવાહી કરી અને ત્યાંથી 3.6 kg વિસ્ફોટક જપ્ત કર્યા હતા.

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર જાણકારી મળી હતી કે મણીપુરના ચુરાચાંદપુર જિલ્લાના લેસ્યાંગ ગામમાં આઈઈડી છે. તેના પર અસમ રાયફલ્સ ટુકડી અને મણીપુર પોલીસે એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. જેમાં તેઓને ઇમ્ફાલ ચુરાચાંદપુરના રસ્તા પર એક પુલ નીચે 3.6 કિલોગ્રામ વિસ્ફોટક, ડેટોનેટર અને અન્ય સામાન મળી આવ્યો હતો.

આના પહેલા ભૂતકાળમાં પણ મણીપુરમાં સુરક્ષા દળોએ સોમવારના રોજ ચુરા ચાંદપુર જિલ્લામાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. ક્યાંથી ત્રણ દેશી રોકેટ સાથે રાયફલો અને ગોળીઓ સહિત ચાર પિસ્તોલ અને છ દેશી બોમ્બ મળી આવ્યા હતા.

એક વર્ષથી મણીપુરમાં ચાલી રહી છે હિંસા
જણાવી દઈએ કે મણિપુરમાં છેલ્લા એક વર્ષ સુધી હિંસાઓ ભડકી રહી છે. મૈતાઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવામાં આવે તેના વિરોધમાં છેલ્લા ત્રણ વર્ષથી પર્વતીય વિસ્તારોમાં આદિવાસી એકતા મંચ ના આયોજન બાદ હિંસાઓ શરૂ થઈ હતી. રાજ્યમાં અત્યાર સુધી 160થી વધારે લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ હિંસા લીધે મણીપુરમાંથી અત્યાર સુધી હજારો લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે.