આખરે બે મહિના બાદ સૌરાષ્ટ્ર સહિત આ શહેરોમાં પાનના ગલ્લાં ખુલશે. જાણો વિગતે

હાલ કોરોના વાયરસ સામે લડવા લોકોને લોકડાઉનથી ઘરમાં કેદ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે લોકો ઘરમાં જ રહે છે અને ઘરમાં જ પોતાનું કામકાજ કરે છે. જે લોકોને માવા અથવા પાનની આદત હતી તેવા લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પણ હવે તે લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે.(DEMO PIC)

ગુજરાત રાજ્યમાં લોકડાઉન થયું તે પહેલાથી જ બંધ કરાવી દેવાયેલા પાનના ગલ્લાં અને ચાની કિટલી શરુ કરવાની પરવાનગી અપાઈ શકે છે. મળેલી માહિતી મુજબ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આ છૂટ આપવામાં આવી શકે તેવી પુરેપુરી સંભાવના છે. તે સિવાય કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ શરુ થઈ શકે છે. આ અંગેની સત્તાવાર માહિતી આજ સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમાં તેમના નિવાસસ્થાને કોર કમિટિની હાલ મિટિંગ ચાલી રહી છે. આ મીટીંગમાં દરેક જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ વડા પણ સાથે જોડાયા છે. આ મિટિંગમાં જ લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્યમાં જે-તે ઝોન પ્રમાણે કેવી છૂટછાટ અપાશે તેની વિચારણા કરવામાં આવી રહી છે. તેમાં લેવાનારા નિર્ણયોની આજે સાંજે ચાર વાગ્યા સુધી જાહેરાત કરી દેવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાય રાજ્યના તમામ મોટાભાગના વિસ્તારોમાં કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર જ છૂટછાટ અપાઈ શકે છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બેઠકમાં જતાં પહેલા જણાવતા કહ્યું હતું કે, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો અને ઓફિસો બંધ રહી શકે છે. તે સિવાયના વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઓફિસો, કામધંધા, ખેતી સહિતના કામકાજને શરતી મંજૂરી અપાઈ શકે છે. સાથે-સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એમ પણ જણાવતા કહ્યું હતું કે જો બીજા રાજ્યોની સરકાર તૈયાર હોય તો આંતરરાજ્ય બસ વ્યવહાર પણ શરુ થઈ શકશે.

ભારત સરકારે આ ચોથા લોકડાઉનમાં ઓફિસો અને બજારો ખોલવા માટે પણ પરવાનગી આપી દીધી છે. ચોથા તબક્કાનું લોકડાઉન 31મી મે સુધી લંબાવાયું છે, પણ ઝોન પ્રમાણે હેરકટિંગ સલૂન ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને શરતી મંજૂરી અપાઈ છે. જોકે, રાજ્યોને આ પોતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર નિર્ણય લેવા પણ કેન્દ્રએ છૂટ આપી છે.(DEMO PIC)

ગુજરાત રાજ્યમાં પાનના ગલ્લાં બંધ કરાવવાની શરુઆત અમદાવાદ શહેર માંથી થઈ હતી. જાહેરમાં થૂંકનારાને પણ 5,000 રુપિયા સુધીનો દંડ ફટકારવાનો તત્કાલિન મ્યુ. કમિશનર વિજય નેહરાએ આદેશ આપ્યો હતો. આ જ રીતે ચાની કિટલી પણ લોકડાઉન શરુ થયું તે પહેલા જ બંધ કરી દેવામાં આવી હતી. પાનના ગલ્લાં બંધ થવાથી તમાકુનું વ્યસન ધરાવતા લોકોની હાલત ખુબ ખરાબ બની ગઈ છે. અમદાવાદ સહિતના રાજ્યના શહેરો અને ગામમાં પાન-મસાલા અને બીડી-સિગરેટનું બ્લેકમાં વેચાણ પણ થઈ રહ્યું છે. વ્યસનના બંધાણીઓ ડબલથી પણ વધુ રુપિયા ચૂકવીને તમાકુની પ્રોડક્ટ ખરીદી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *