આજકાલ વધતા અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલના આનંદપુર નજીક કેદીઓની વાનને અકસ્માત નડ્યો છે. જોકે, અકસ્માતમાં દરેક કેદીઓને આબાદ બચાવ થયો છે. કેદીઓ ભરેલી પોલીસ વાન જઈ રહી હતી ત્યારે રસ્તા પર અચાનક ગાયોનું ટોળું આવી ચડ્યું હતું. જે બાદમાં વાનની પશુઓ સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં બે પશુનાં મોત થયા છે અને ઘણા પશુઓ ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત બાદ રોડ પર લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા.
જાણવા મળ્યું છે કે, વાનની ટક્કર બાદ કેટલીક ગાયો વાન નીચે ફસાઈ હતી. ત્યારબાદ જેકની મદદથી વાનને ઊંચી કરીને ગાયોને બહાર કાઢવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, હાલોલ તાલુકાના આનંદપુરા નજીક કેદીઓની વાન ગાયોના ટોળા સાથે અથડાઈ હતી. ગાયોનં ટોળું રસ્તા પર જતું હતું ત્યારે વાનની ટક્કર થઈ હતી. જેમાં એક ગાય અને એક બળદનું મોત નીપજ્યું હતું જ્યારે બેથી વધારે ગાયોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
કેદીઓને ભરીને પોલીસ વાન વડોદરાથી હાલોલ જઈ રહી હતી. કેદીઓને હાલોલ કોર્ટમાં રજૂ કરવાના હોવાથી વાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા. હાલોલથી પરત ફરતી વખતે આ કેદીઓની વાનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત સર્જાયો ત્યારે વાનમાં કેદીઓની સાથે સાથે પોલીસના જવાનો પણ સવાર હતા. સદનસિબે આ બનાવમાં પોલીસ અને કેદી એમ તમામનો બચાવ થયો છે.
જોકે, બે મુંગા પશુનાં મોત નીપજ્યા છે. આ અકસ્માતના વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસવાન ગાયોની ઉપર ફરી વળી છે. આ દરમિયાન અમુક લોકો પોલીસ વાનને જેકથી ઊંચી કરી રહ્યા છે જેથી નીચે ફસાયેલા પશુઓના બહાર કાઢી શકાય. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ ઉપરાંત હાઇવે પરથી પસાર થઈ રહેલા લોકો પણ આ દ્રશ્યો જોઈને ઊભા રહી જતા હતા. ઉપરાંત આ પોલીસવાનની આસપાસ પોલીસકર્મીઓ પણ ઊભેલા નજરે પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.