ચોમાસામાં અનેક ખાડા પડતા હોય છે, જેના પગલે અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે. ઘણા લોકોને હૉસ્પિટલ ભેગા પણ થવું પડતું હોય છે. કાલોલમાં ગટરના કામ દરમિયાન ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખાડામાં એક એક્ટિવા ચાલક ખાબક્યો હતો. એક્ટિવાને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, કાલોલના રસ્તા પર ખોદેલા એક ખાડામાં એક્ટિવા ચાલક પડ્યો હતો. કાલોલ નગર પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી શરુ છે. જોકે, ગટર યોજનાનું કામ કરતા કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી હતી. આથી ચાલકને ખાડો ધ્યાન ન આવ્યો હતો.
કાલોલની કુમાર શાળા પાસે ગટરનું નાળુ નાખવા માટે આ ખાડો ખોદવામાં આવ્યો હતો. ઘટના બાદ લોકો ભેગા થઈ ગયા હતા. ચાલકને ઈજા પહોંચી ન હતી પરંતુ એક્ટિવાને ખાડામાંથી બહાર કાઢવા માટે ક્રેન લાવવો પડ્યું હતું. બીજી તરફ પંચમહાલ જિલ્લાના હાલોલ અને કાલોલ પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી સમાચાર મળ્યા છે. પંથકમાં ખૂબ જ ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. બુધવારથી જ વરસાદ પડવાનો શરૂ થયો હતો.
હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પાણી પાણી થઈ ગયું હતું. પાવાગઢ રોડ ઉપર આવેલા મોઘાવાડા વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.