કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં છેલ્લા એક કરતા પણ વધારે વર્ષથી પોતાનો કહેર મચાવ્યો છે ત્યારે આ મહામારી સામે રક્ષણ મેળવવા માટે કોરોના વેક્સીન લેવાની જરૂર પડી છે ત્યારે ધીરે-ધીરે લોકોમાં જાગૃતિ આવી રહી છે. કોરોનાની રસીને કારણે કોઈ વ્યક્તિનું મોત થયું હોય એવી ઘટનાઓ ખુબ ઓછી બનતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે.
સુરતમાં કોરોનાની રસી મુકાવ્યા પછી M.comના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ મૃતકના પિતા દ્વારા કરવામાં આવ્યા હતા. પાંડેસરામાં રહેતા તેમજ M.comનો અભ્યાસ કરતા યુવકે 27 ઓગસ્ટે કોલેજમાં કોરોનાની વેક્સિન મૂકાવી હતી. જો કે, ત્યારપછી આ વિદ્યાર્થી છેલ્લા 9 દિવસથી બીમારીમાં સપડાઈ ગયો હતો.
શનિવારે તેની તબિયત વધારે પડતી લથડતાં સારવાર અર્થે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો કે, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવકના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેમના દીકરાએ કોલેજમાં કોરોનાની રસી મૂકાવ્યા પછી સતત બીમાર રહી છેવટે તેનું મોત નીપજ્યું હતું.
આમ, પોતાના દીકરાના મોતની પાછળ તેમણે કોરોનાની રસીને જવાબદાર ગણાવી હતી. કોરોનાની રસી મુકાવ્યા પછી વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ મૃતકના પિતા દ્વારા કરવામાં આવ્યા હતા. પાંડેસરામાં રહેતા તેમજ M.comનો અભ્યાસ કરતા યુવકે પોતાની કોલેજમાં કોરોનાની વેક્સિન મૂકાવી હતી.
જો કે, ત્યારપછીથી આ વિદ્યાર્થી છેલ્લા 9 દિવસથી બીમારીમાં સપડાઈ ગયો હતો. શનિવારે તબિયત વધારે લથડતાં સારવાર અર્થે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો કે, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.