રમત-રમતમાં ભેટયું મોત: સ્વિમિંગ પુલમાં ન્હાતી વખતે અચાનક પગ લપસતા થયું મોત- CCTVમાં કેદ થઈ ઘટના

આજકાલ સોશિયલ મીડિયાનાં યુગમાં ઘણા એવા વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યા છે. જેને જોઇને તમે પણ દંગ થઈ જશો. જ્યારે હાલમાં જ એક લાઇવ મોતનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વિડીયો ઉત્તર પ્રદેશનો છે. ઉત્તર પ્રદેશમાં આવેલ મેરઠ શહેરની હોટલની આ ઘટના છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનાનો વીડિયો હોટલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે. મળતી માહિતી મુજબ 5 યુવકો એક હોટલમાં ચોથા માળે આવેલા સ્વિમિંગ પુલમાં નહાવાની મજા લઇ રહ્યા હતા. પાંચેય યુવકો નાહવાની મજા લઇ રહ્યા હતા ત્યારે એક યુવક સ્વિમિંગ પૂલમાંથી બહાર નીકળે છે ત્યારે એનો પગ અચાનક લપસતા યુવક ચોથા માળેથી નીચે પડી જાય છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પાંચેય મિત્રો રમી રહ્યા છે ત્યારે એક યુવક સ્વિમિંગ પુલની પાળી પર દોડતો દોડતો હવે આમાં હોય બીજી પાળી પર જવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે યુવકનો પગ લપસતા તે યુવક ચોથા માળેથી સીધો નીચે પડીજાય છે.

અન્ય 4 યુવકોની નજર સામે જ આ ઘટના સર્જાઈ છે. મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર ઘટનાનો વીડિયો પાર્કીંગ એરિયામાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઇ ગયો છે. જેવો યુવક ચોથા માળેથી નીચે પડે છે ત્યારે આજુબાજુના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવે છે પણ યુવક ઉભો થઇ શકતો નથી અને યુવકનું મોત થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *