IND vs NZ: શરુ મેચમાં જ રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી- વિડીયો થયો વાઈરલ

Published on Trishul News at 11:51 AM, Mon, 23 October 2023

Last modified on October 23rd, 2023 at 11:55 AM

rohit sharma and virat kohli argument: ભારતીય ક્રિકેટ ટીમે ICC ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ ચાર મેચ જીતીને પોતાનું વિજયી અભિયાન ચાલુ રાખી રહેલી ટીમ ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે ધર્મશાલા પહોંચી હતી.(rohit sharma and virat kohli argument) અહીં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

મેચ દરમિયાન ભારતને શરૂઆતના બે ઝટકા લાગ્યા હતા પરંતુ તે પછી રચિન રવિન્દ્ર અને ડેરેલ મિશેલ સ્થિર થઈ ગયા હતા. વિકેટ ન પડી તે પછી હિમાચલના ધર્મશાળાના મેદાન પર કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. ન્યૂઝીલેન્ડની વિકેટ પાડવી જરુરી હતું તેથી બન્ને એકબીજાની નજીક આવીને પ્લાન બનાવતાં જોવા મળ્યાં હતા આ દરમિયાન બન્ને ઉગ્ર બન્યાં હતા.

ICC ODI વર્લ્ડ કપમાં દરેકની નજર ભારત અને ન્યુઝીલેન્ડ પર છે. બંને ટીમો વચ્ચેની મેચ બ્લોકબસ્ટર મેચ માનવામાં આવી રહી હતી. ભારતે મેચમાં શાનદાર શરૂઆત કરી અને ઝડપથી વિકેટો લીધી. બે વિકેટ પડી ગયા બાદ ડેરેલ મિશેલે રચિન રવિન્દ્ર સાથે મળીને મેચ આગળ લઇ જઈ રહ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 159 રનની ભાગીદારી કરી હતી. આ જોડીને તોડવા માટે કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

રોહિત અને વિરાટ વચ્ચે બોલાચાલી
ન્યૂઝીલેન્ડ સામેની ICC વર્લ્ડ કપની મેચમાં 31મી ઓવર પછીની ચર્ચાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા બોલિંગ અને ફિલ્ડિંગને લગતા પ્લાન પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. રચિન રવિન્દ્ર અને ડેરેલ મિશેલ 68-68 રન સાથે રમી રહ્યા હતા. વિરાટ કોહલી કેપ્ટન રોહિતને કંઈક સૂચન કરી રહ્યો હતો જેને તે સ્વીકારવા માંગતો ન હતો. આ ચર્ચામાં બંને સતત એકબીજાને અટકાવતા જોવા મળ્યા હતા.

ટીમ ઈન્ડિયાના બોલરોનું કમબેક
ન્યૂઝીલેન્ડની ટીમે 205 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી દીધી હતી અને અહીંથી ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી હતી. મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી અને પોતાની પાંચ વિકેટ પૂરી કરી અને ન્યૂઝીલેન્ડની આખી ટીમ માત્ર 273 રનના સ્કોર પર સમેટાઈ ગઈ. કુલદીપ યાદવે 2 જ્યારે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 1-1 સફળતા હાંસલ કરી હતી.

Be the first to comment on "IND vs NZ: શરુ મેચમાં જ રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી- વિડીયો થયો વાઈરલ"

Leave a comment

Your email address will not be published.


*