વતન જવા નથી મળતું તેવી જીદ સાથે આજે ફરીવાર સુરતમાં શ્રમિકો રસ્તે ઉતર્યા હોવાની ઘટના બની છે. આજે સવારે વેડ રોડ પરના અખંડ આનદ કોલેજ નજીકના ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ઓરિસ્સાવસી કારીગરોએ વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી હોબાળો કર્યો હતો. પરંતુ તાત્કાલિક ચોક બજાર પોલીસ અને રેપીડ એક્શન ફોર્સના જવાનોએ પહોચી પરીથીતી પર કાબુ મેળવી ને કેટલાક કારીગરોની ધરપકડ કરી છે.
કારીગરો રસ્તા પર ઉતર્યાની માહિતી મળતાની સાથે મોટી સંખ્યામાં ACP, PI સહિતનો પોલીસ કાફલો અને રેપીડ એક્શન ફોર્સ પહોચી ગઈ હતી. કારીગરોની માંગ હતી કે તેમણે ઓરિસ્સા જવા માટે ટ્રેન કે ટીકીટ મળતી થી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કારીગરો સાથે વાતચીત કરી સમજાવી ટોળું વિખેરાય ગયું હતું અને સાત કારીગરોની ધરપકડ કરીને 100 અન્ય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના અંજની ઇન્ડસ્ટ્રી માં કારીગરો રસ્તા પર ઉતરી ધમાચકડી મચાવી હતી. અંજની ઇન્ડસ્ટ્રીમાં વતન જવા ની માંગ ને લઇ અને કારખાના ચાલુ કરવા ની માંગ સાથે ઉતર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news