અનશનનો આવશે અંત! મહેશ સવાણી આજે ઉપવાસ કરશે પૂર્ણ- AAP નેતા યુવરાજસિંહની સરકારને મોટી ચીમકી

ગુજરાત(Gujarat): એક તરફ જ્યાં યુવરાજ સિંહ(Yuvraj Singh aap) સહિતનાં નેતા અસિત વોરા સામે ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે અને યોગ્ય તપાસ કરીને તેમને પદ પરથી દૂર કરવા માટેની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારને હજુ પણ અસિત વોરા પર પૂરે પૂરો વિશ્વાસ હોય તેવું લાગી રહ્યું છે. સાથે સાથે વિપક્ષ પણ એક સૂરે અસિત વોરા(Asit Vora) પર રાજીનામું આપે તેવી માંગ સરકાર સમક્ષ કરી રહી છે. પણ હજુ સુધી સરકાર સમગ્ર બાબતે ટસની મસ ન થતાં આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા(Yuvraj Singh Jadeja)એ સરકારને 2 દિવસનું અલ્ટિમેટ આપતા કહ્યું છે કે, સરકાર અસિત વોરાનું રાજીનામુ નહીં લે તો સમગ્ર ગુજરાતમાં મોટુ આંદોલન(Movement) છેડવામાં આવશે.

સરકાર પાસે માત્ર બે દિવસ, પછી રોડ પર ઉતરીને કવામાં આવશે આંદોલન:
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાનું સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા રાજીનામું નહિ આપે તો મોટા પાયે બે દિવસ બાદ સમગ્ર ગુજરાતમાં આંદોલનનો સુર છેડાશે. અસિત વોરા શંકાના દાયરામાં છે જેથી બે દિવસ પછીનું અમારૂ આંદોલન ખુબ જ મહત્વનું હશે. ના છૂટકે હવે અમે રોડ પર ઉતરીશું અને આંદોલનનો રસ્તો પકડીશું. વધુમાં આંદોલન વિશે જણાવતા કહ્યું કહ્યું હતું કે, અમે સહી અભિયાન ચલાવીશું, અસિત વોરા પદ પર છે ત્યાં સુધી સરકારને પુરાવા નહીં મળે જેને કારણે સીટની રચના થવી ખુબ જ જરૂરી છે.

મહેશ સવાણી અને ગુલાબ સિંહ ઉપવાસ કરશે પૂર્ણ:
ગઈ કાલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હોસ્પિટલમાં દાખલ મહેશ સવાણીના ખબર અંતર પૂછવા માટે ગયા હતા. જે બાદ મીડીયાને સંબોધન કરતાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિત માટે મહેશભાઈ ઉપવાસ છોડે તેવી અમે વિનંતી કરી રહ્યા છીએ. વિદ્યાર્થીના હિત માટે મહેશ સવાણી ઉપવાસ પર બેસીને લડી રહ્યાં છે, દરેક યુવાન આગળ આવે અને આ લડાઇના સહભાગી બને. યુવરાજસિંહના મનાવવા બાદ તેમજ બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની જાહેરાત બાદ હોસ્પિટલમાં દાખલ સવાણી ઉપવાસ પૂર્ણ કરવા પર રાજી થઇ ગયા છે. આજે 11 વાગ્યે મહેશ સવાણી અને ગુલાબ સિંહ ઉપવાસ પૂર્ણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *