હાલમાં ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. સુરત શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાંથી આઘાતજનક ઘટના સામે આવી રહી છે. પ્રસૂતિ પછી માત્ર 1 દિવસની બાળકીનો મૃતદેહ રઝડતો છોડીને માતા-પિતા ભાગી ગયા છે. જેને લીધે હોસ્પિટલનો સ્ટાફ આશ્ચર્યમાં પડી ગયો છે. માનદરવાજા હળપતિ કોલોનીમાં રહેતી પ્રસૂતા સાહિનબી ફયાઝ શેખ બાળકીને મૃત સ્તિથીમાં મુકીને ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.
૩ ઓક્ટોબરનાં રોજ પ્રસૂતાને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારપછી બાળકીની તબિયત ખરાબ થતાં ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં એનું મોત નીપજ્યા પછી માતા પિતા ફરાર થઈ ગયા છે. જેને લીધે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મુકી રાખવામાં આવ્યો છે તથા સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી દેવામાં આવી છે.
પરિવાર જાણ કર્યા વિના નીકળી ગયો :
સિવિલ હોસ્પિટલમાંથી મળેલ જાણકારી મુજબ પ્રસૂતા સાહિનબી હયાઝ શેખએ બુધવારે એક બાળકીને જન્મ આપ્યો હતો. જો કે, બાળકીની તબિયત સારી ન હોવાને લીધે ICU માં દાખલ કરવામાં આવ્યો હતો. માતાને પ્રસુતિ વોર્ડમાં જ રાખવામાં આવી હતી. જો કે, આજે સવારે માતા તથા પિતા બન્નેની કોઈ જાણ ન ઠતા હોસ્પિટલનો સ્ટાફ આશ્ચર્યમાં પડી ગયો હતો.
આટલું જ નહીં પરંતુ એ જ સમય દરમિયાન બાળકીનું મોત થતા પરિવારની શોધખોળ કરવામાં આવી હતી. કલાકો પછી પણ પરિવારની કોઈ ભાળ ન મળતા છેવટે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારપછી બાળકીનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમમાં મુકવામાં આવ્યો હતો.
બાળકીને ત્યાગીને જતા રહ્યા :
ફૂલ જેવી બાળકીનો મૃતદેહ કલાકો સુધી વોર્ડમાં પડી રહ્યો હતો. દીકરીને જન્મ દઈ પોતાની બાળકીને ત્યજી દેવામાં આવ્યું હોવાની આશંકા લાગી રહી હોવાનું કહેતા સૂભોએ જણાવતા કહ્યું હતું કે, મૃત નવજાત દીકરીને લઈ હોસ્પિટલના સ્ટાફ એ માતા-પિતાની જવાબદારી પુર્ણ કરી મૃતદેહની અંતિમ વિધિની પણ તૈયારી બતાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle