હાલમાં કોરોની બીજી લહેરમાં પરિસ્થિતિ ખુબ જ ખરાબ ચાલી રહી છે. અમરેલી જિલ્લામાં જયારે પણ મુશ્કેલી આવે છે ત્યારે નેતા વિપક્ષ શ્રી પરેશ ધાનાણી પોતાની ફરજ નિભાવે છે અને લોક સેવા કરવા ઉતરી પડે છે. આજે પણ આ મહામારીમાં નેતા વિપક્ષ માનવતાની દ્રષ્ટિએ લોકોને મદદરૂપ થઇ રહ છે. હાલ અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને અમરેલી સિવિલ માં ઓક્સીઝન ની અછત જોવા મળી રહી છે. આવા સમયમાં સરકારી કોવીડ હોસ્પિટલ માટે એક મેટ્રિક ટન જેટલી ઓક્સીઝન ટેન્ક ની વ્યવસ્થા પરેશ ધાનાણીએ કરી આપી છે.
આ ટેન્ક અંદાજે 125 ઓક્સીઝન સિલિન્ડર ગરજ સારશે. પરેશ ધાનાણીએ આ ટેન્ક અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર ને સોંપી હતી. ભાવનગર ની APPL કંપનીની મદદ થી અમરેલીમાં આ ટેન્ક આવી હતી. તેમજ આગળના બે જ દિવસમાં કાર્યરત થઇ જશે. અમરેલી જિલ્લાના દર્દીઓ માટે આ રાહત ના સમાચાર કહી શકાય.આ ઉપરાંત શ્રી પરેશ ધાનાણીએ સમગ્ર અમરેલી જિલ્લા વતી APPL કંપનીના માલિક હસમુખભાઈ વિરડીયા પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી છે.
View this post on Instagram
ઓક્સીજન ટેંક સ્થાપિત થતી જોઇને હાજર લોકોએ પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું કે આ કોરોના મહામારીમાં લોકોને પરેશ ધાનાણી જેવા નેતાની જરૂર છે, પરંતુ લોકોએ પરેશ ધાનાણી પાસેથી શીખ લઈને જાતે જ મેદાનમાં ઉતરી જવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.