લોકડાઉન વચ્ચે પણ અહિયાં થઇ રહ્યો હતો જીસ્મફરોશીનો ધંધો, 6 છોકરીઓ એવું કરતા ઝડપાઈ કે…

કોરોનાની આ ભયંકર પરિસ્થિતિમાં મહારષ્ટ્રમાં લોકોને કોરોના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર આ મહામારીને લઈને ખુબ જ ગંભીર છે. ત્યારે આવા સમય વચ્ચે…

કોરોનાની આ ભયંકર પરિસ્થિતિમાં મહારષ્ટ્રમાં લોકોને કોરોના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર આ મહામારીને લઈને ખુબ જ ગંભીર છે. ત્યારે આવા સમય વચ્ચે પુણેના એક ફાર્મહોઉસમાં લોકડાઉનની દરેક ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાડી દેવામાં આવ્યા હતા. પાર્ટીના નામે આ ફાર્મમાં દેહવ્યાપાર થઇ રહ્યો હતો ત્યારબાદ પાડોશીએ પોલીસને ફરિયાદ કરી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાર પછી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

એવું જાણવા મળ્યું છે કે, સમીર ઉર્ફ નિતેશ નામના વ્યક્તિએ લોકડાઉનમાં પૈસા કમાવા માટે ફાર્મહાઉસ પર ડાન્સ બાર અને દેહવ્યાપાર જેવી અસામાજિક પ્રવુતિનો વ્યવસાય શરૂ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પુણે નજીક એક ફાર્મહાઉસ પર ફોન કરીને 6 છોકરીઓને પણ બોલવાં આવી હતી. ત્યાર પછી કેટલાક લોકોને ત્યાં મોજ-મસ્તી કરવા માટે બોલવામાં આવ્યા હતા. ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ સાથે સાથે નૃત્ય અને ગીતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આરોપીએ ત્યાં પાર્ટીમાં આવતા લોકો માટે વિદેશી દારૂની પણ વ્યવસ્થા કરી હતી.

પાર્ટી શરુ થતા જ DJ જો અવાજ એટલો હતો કે આસપાસના લોકોને પણ સંભળાતો હતો. આ અવાજ સાંભળતા જ કોઈ પાડોશીએ પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને ત્યાં પોલીસે જોયું તો છોકરીઓ DJના તાલે નાચી રહી હતી અને મોજ કરવા આવેલા લોકો પૈસાનો વરસાદ કરી રહ્યા હતા. આ દ્રશ્યો જોતા પોલીસની પણ આંખો પહોળી થઇ હતી. જાણવા મળ્યું છે કે, પાર્ટીમાં હાજર મોટાભાગના લોકો દેહવ્યાપાર સાથે સંકળાયેલા હતા. જયારે પોલીસ ઘટના સ્થળે પહોચે છે ત્યારે પાર્ટીમાં હાજર લોકોમાં ભાગદોડ મચી જાય છે. કમિશનર અભિતાભ ગુપ્તાએ કહ્યું કે, આ મામલાની સંપૂર્ણ તપાસ હજી ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *