પરેશ ધાનાણીનો ઘટસ્ફોટ: આ ૪૮ કલાકને લીધે અમારો કારમો પરાજય થયો…

2014 અને 2019માં એમ સતત બે વખત કૉંગ્રેસ ગુજરાતમાં લોકસભાની એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે. ઉપરાંત ગુજરાત રાજ્યમાં છેલ્લા 20 વર્ષ કરતા પણ વધુ સમયથી કોંગ્રેસે પોતાની સરકાર બનાવી નથી.

કોંગ્રેસના ગુજરાત રાજ્યના અધ્યક્ષને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ આ અંગે રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આગામી દિવસોમાં ગુજરાત કૉંગ્રેસમાં મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં કૉંગ્રેસના નબળા પર્ફૉમન્સ વિશે પરેશ ધાનાણી સાથે વાત કરી અને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો.

23મી મેના ચૂંટણી પરિણામ આવ્યું તેના બીજા દિવસે ધાનાણીએ એક ટ્વીટ કર્યું હતું, તેમણે લખ્યું કે ‘દંભી રાષ્ટ્રવાદનાં ઝેરી ઇંજેક્શનથી મોદીસાહેબે માણસના મગજને મૂર્છિત કરી દીધું હશે?’

આ અંગે વાત કરતા ધાનાણીએ કહ્યું, “દેશની સામે અનેક પ્રશ્નો છે, જ્યારે આ ઝેરી ઇંજેક્શનની મૂર્છા ઊતરશે એટલે દેશને સત્ય સમજાઈ જશે. ચૂંટણીપ્રચાર દરમિયાન લોકોએ કૉંગ્રેસને આવકાર આપ્યો હતો. લોકોએ કૉંગ્રેસને નકારી નથી, અન્યથા રોષ દેખાય. 2014માં અમારી સામેનો રોષ દેખાતો હતો. આ વખતે લોકોએ કૉંગ્રેસને નકારી નથી, પરંતુ નરેન્દ્ર મોદીને અનહદ સમર્થન આપ્યું છે. અમને પણ વોટ મળ્યા છે.”

 

તેઓ કહે છે, “જેણે રાષ્ટ્રવાદનું ફૅક્ટર પ્લાન્ટ કર્યું હશે, તેને પણ કલ્પના નહીં હોય કે તે આટલા પ્રચંડ પરિણામમાં તબદીલ થશે.”ધાનાણી માને છે કે રાષ્ટ્રવાદનો મુદ્દો અન્ય તમામ મુદ્દાઓથી ઉપર રહ્યો.

48 કલાક કોંગ્રેસને ભારે પડ્યા :-

પુલવામા ને બાલાકોટ કરતાં વિંગ કમાન્ડર અભિનંદન નો મુદ્દો એ મોદી સરકાર માટે વરદાનરૂપ રહ્યો એવું પરેશ ધાનાણી માને છે.

પરેશ ધાનાણીએ કહ્યું કે, “પાકિસ્તાને ભારતીય વાયુદળના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદનને પકડી લીધા હતા. ‘હવે શું થશે?’ એ વિચારે દેશવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ પાઇલટ હેમખેમ પરત ફર્યા. એ 48 કલાક ભાજપ માટે અગત્યના સાબિત થયા. અભિનંદનના છૂટવાથી જેમની ઉપર જવાબદારી નથી તેવા નવયુવાનો, નવા મતદારો તથા સતત ટીવી નિહાળી રહેલી મહિલાઓનાં મનમાં મોદી હીરો બની ગયા.”

“આ સાઇલન્ટ વોટે અમારા અંકગણિતને વીખેરી નાખ્યું અને (મોદી) સાહેબની કૅમિસ્ટ્રી સ્થાપિત કરી દીધી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *