ખત્મ હુઆ ઇંતજાર… આ તારીખે સગાઇના તાંતણે બંધાશે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા

Parineeti-Raghav engagement: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા(Parineeti Chopra) અને આમ આદમી પાર્ટી(AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા(Raghav Chadha)ની સગાઇની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે અત્યાર સુધી બંનેએ આ અંગે મૌન સેવ્યું હતું, પરંતુ હાલમાં જ આ બંનેની સગાઈની તારીખ સામે આવી છે. આ સગાઈ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વિગતો પણ લીક થઈ છે.

જો વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પરિણીતી અને રાઘવના પરિવારના સભ્યોએ વીંટી પહેરવાની વિધિ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી આ તમામ દાવાઓ જ છે. પરિણીતી અને રાઘવના પરિવારે આ અહેવાલો અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ડેટિંગને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. બીજી તરફ, તાજેતરમાં જ જ્યારે બંનેને આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે આ કપલના ચહેરા પરની સ્મિતએ બોલ્યા વિના બધું જ કહી દીધું.  એક અહેવાલ મુજબ, પરિણીતી અને રાઘવ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સગાઈ કરવા માટે જઈ રહ્યા છે. એટલે કે આ વર્ષે બંને સગાઈ કરશે અને પોતાના સંબંધોની પુષ્ટિ કરશે.

કહેવામાં આવી રહ્યું છે કે, બંનેની સગાઈ મુંબઈમાં નહીં પરંતુ દિલ્હીમાં થશે, જેના માટે બંનેના સંબંધીઓ એક જગ્યાએ ભેગા થવા લાગ્યા છે. પરિણીતીની કઝિન મીરા ચોપરા પણ દિલ્હી પહોંચી ગઈ છે. આ સગાઈ સમારોહ ભવ્ય હશે પરંતુ તેમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ સામેલ થશે. આ સમારોહને એન્ટીમેટ રાખવાનો નિર્ણય પરિણીતી અને રાઘવનો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સગાઈ બાદ બંને પોતાના સંબંધોને બધાની સામે ઓફિશિયલ જાહેર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *