મોરબી(ગુજરાત): આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં અચાનક કોઈ દુર્ઘટના બનવાથી માસુમોનો જીવ જતો હોય છે. ત્યારે મોરબી(Morbi)માં રોડ ઉપર ચાલીને મસ્જિદે જતાં માતા-પુત્રી અને અન્ય એક મહિલા ઉપર મકાન(Building)ની બાલ્કની(Balcony) તૂટીને પડતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં માતાનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્રી અને અને પાડોશી મહિલાને ઇજા પહોંચી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હોબાળો મચી જવા પામ્યો છે.
મોરબીમાં ચાલીને જતાં માતા-પુત્રી સહિત 3 લોકો પર મકાનની બાલ્કનીનો ભાગ તૂટીને પડ્યો, માતાનું ઘટનાસ્થળે મોત pic.twitter.com/i9fJIFVRty
— Trishul News (@TrishulNews) February 26, 2022
બનાવ અંગે મળતી માહિતી મુજબ, જીજ્ઞાશાબેન હજીમઅલી જીવાણી (ઉ.વ. 45), તેમની પુત્રી રૂક્સાનાબેન હજીમઅલી જીવાણી(ઉ.વ. 15) અને તેમના પાડોશી નિલમબેન અનીશભાઈ જીવાણી (ઉ. 28) મસ્જીદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, મહેન્દ્રપરા-20માં વિનાયક ટેલરના મકાનની બાલ્કની તૂટી પડી હતી.
બાલ્કની ચાલીને જતા ત્રણેય વ્યક્તિઓ ઉપર પડતા જીજ્ઞાશાબેન હજીમઅલી જીવાણીનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે તેમની પુત્રી રૂકસાનાબેન અને પાડોશી નિલમબેનને ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત, આ વેળાએ અહીંથી રિક્ષા પણ નીકળી હતી. આ રિક્ષા ઉપર પણ બાલ્કની પડી હોવાથી તેમાં પણ નુકસાની સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.