અલ્પેશને જામીનની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા પાસ કન્વીનરની મોટી જાહેરાત, જાણો અલ્પેશ ક્યાંથી લડશે ચૂંટણી

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન નોંધાયેલા રાજદ્રોહના ગુનામાં જામીન રદ થતા હાલ પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા અંડરગ્રાઉન્ડ થઈ ગયાં છે. પાસ દ્વારા અને અલ્પેશ દ્વારા હાઈકોર્ટમાં તેના કેસની…

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન નોંધાયેલા રાજદ્રોહના ગુનામાં જામીન રદ થતા હાલ પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા અંડરગ્રાઉન્ડ થઈ ગયાં છે. પાસ દ્વારા અને અલ્પેશ દ્વારા હાઈકોર્ટમાં તેના કેસની સુનાવણી લંબાવતી હોવાના આરોપો મુકવામાં આવ્યાં છે. ત્યારે અલ્પેશ કથિરીયાને વહેલી તકે જામીન આપવામાં આવે તેવી માંગ સાથે મંગળવારે સાડા પાંચ વાગ્યાથી સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવિયા અને પાસ કાર્યકર નિકુંજ કાકડીયા વગેરે યુવાનો આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

સુરતના નાના વરાછા નજીક આવેલા સવજી કોરાટ બ્રીજ ખાતે આવેલી રૂક્ષ્મણી સોસાયટીની વાડી પાસેના સંજીવની હનુમાનજી મંદિર પાસે ઉપવાસ પર બેઠેલા કાર્યકરના સમર્થનમાં પાસના અન્ય કાર્યકરો પણ જોડાયા છે. આજે ઉપવાસનો બીજો દિવસ છે ત્યારે ઉપવાસ પાર બેઠેલા પાસના સહકન્વીનર ધાર્મિક માલવિયા સાથે વાતચીતમાં તેમણે એક મોટી જાહેરાત કરી હતી, અલ્પેશે ચૂંટણી લડવાનું મન બનાવ્યું હોય તો તેણે જરૂર ચૂંટણી લડવી જોઈએ. આવનાંરા દિવસોમાં જો સરકાર દ્વારા અલ્પેશના જામીન અંગે આવી જ નિતી થી કાર્ય કરવામાં આવશે તો આંદોલનને ફરીથી એગ્રેસીવ મોડ પર લઇ જઈશુ. અલ્પેશની નજીકના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અલ્પેશ કોંગ્રેસની ટિકિટ પર ગુજરાતની અમરેલી લોકસભા ચૂંટણી લડી શકે છે. અને જીતી પણ શકે છે. અને આવતી 14મી જાન્યુઆરીએ વલસાડ આવી રહેલા રાહુલ ગાંધી સાથે પાટીદાર આંદોલન સમિતિની ગુપ્ત બેઠક પણ યોજાઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસથી સુરતની પાટીદાર પ્રભાવિત કોલેજોમાં પાસ દ્વારા અલ્પેશને જામીન મળે તે હેતુ થી ધાર્મિક માલવિયાની આગેવાનીમાં સહી ઝુંબેશ ચલાવાઈ રહી છે અને આ સહી કરેલા પત્ર રાજ્યના રાજ્યપાલશ્રી ઓ પી કોહલીને મોકલવામાં આવશે. આ પત્રમાં અલ્પેશની જામીન પ્રકિર્યામાં થઇ રહેલા વિલંબ બાબતે રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *