સરકારી અધિકારીઓને ઘરબેઠા તમામ પ્રકારની સવલત મળી રહી છે તો આર્મીના જવાનો સાથે આવી વર્તણૂંક કેમ?

ઈન્ડિયન આર્મીને લઈને લોકોના દિલમાં એક ખાસ આદર અને સન્માન હોય છે. તાજેતરમાં એક ફોટો વાઈરલ થયો છે જેમાં જવાન એકબીજા પર માથુ ઢાળીને સૂઈ…

ઈન્ડિયન આર્મીને લઈને લોકોના દિલમાં એક ખાસ આદર અને સન્માન હોય છે. તાજેતરમાં એક ફોટો વાઈરલ થયો છે જેમાં જવાન એકબીજા પર માથુ ઢાળીને સૂઈ ગયા છે. આજે દરેક વ્યક્તિ એક પરિવારમાં પણ પોતાની અલગ જગ્યા માગે છે. જ્યારે આ ફોટો બીએસફ જવાનોનો છે. જેઓ 3 કલાકની કસરતની ટ્રેનિંગ બાદ થાકીને લોથપોથ થીઈને એકબીજા પર સૂઈ ગયા છે. દેશના જવાનોની આ તસવીર જોઈને હવે કોઈ પોતાના પરિવાર પાસે અલગથી કોઈ જગ્યા નહીં માગે.

સોશિયલ મીડિયા પર મળ્યો આવો પ્રતિસાદ

પોતાની જગ્યા મેળવવા માટે ક્યારેય ઝઘડો પણ કર્યો હશે. પરંતુ, આ તસવીર જોઈને સોશિયલ મીડિયા પર સારો અને ટિકાપાત્ર એમ બંને પ્રકારનો પ્રતિસાદ જોવા મળ્યો છે.

આ ફોટો બીએસએફના જવાનો કસરત કરીને આરામ કરી રહ્યા છે ત્યારનો છે. જેને લઈને એક ટ્વિટર પોસ્ટ એવી પણ છે જેમાં લખ્યું છે કે, સરકારી અધિકારીઓને ઘરબેઠા તમામ પ્રકારની સવલત મળી રહી છે ત્યારે આર્મીના જવાનો સાથે આ પ્રકારની વર્તણૂંક કેમ? બીજી તરફ આ ફોટા સાથે વખાણ પણ કરવામાં આવ્યા છે કે, સેલ્યુટ છે દેશના જવાનોને.

અલગ સ્પેસના બદલે સામુહિક ઊંઘ

દરેક વ્યક્તિ પોતાની પર્સનલ સ્પેસ માટે કમર કસ રહ્યો છે ત્યારે આ ફોટો પ્રેરણાદાયી બન્યો છે. દેશના જવાનો આ રીતે પણ આરામ કરી શકતા હોય તો દરેક વ્યક્તિની સ્થિતિ આનાથી થોડી સારી તો રહેવાની. આ સિવાય તમામ પ્રકારની સવલત માટે દરેક વ્યક્તિ પરિશ્રમ કરે છે ત્યારે બીએસએફના જવાનોની આ તસીવર સામે આવતા થોડી શરમ આવી જાય એવું પણ બન્યું છે.

ગુજરાતમાં હુમલા બાદ થઈ હતી BSFની રચના

તા.9 એપ્રિલ 1965માં પાકિસ્તાન ટુકડીએ ભારતના ગુજરાતમાં આવેલા સરદાર પોઈન્ટ-કચ્છ પર હુમલો કર્યો ત્યારે સ્ટેટ આર્મ ફોર્સ પોલીસ ટુકડીમાં સભ્યોની સંખ્યા મર્યાદિત હતી. છતાં તેમણે દુશ્મનોના દાંત ખાટા કરી દીધા અને નીડરતાથી સામનો કર્યો.

આ સમય બાદ કેન્દ્ર સરકારની પરવાનગીથી એક ખાસ પ્રકારની ટૂકડી તૈયાર કરવા માટે કવાયત શરૂ થઈ. જેનું નામ બોર્ડર સિક્યુરિટી ફોર્સ રાખવામાં આવ્યું. તા. 1 એપ્રિલ 1965ના રોજ કે. એફ. રુસ્તમજીનીની આગેવાનીમાં એક નવી ટૂકડી તૈયાર થઈ.આજે બીએસએફને 53 વર્ષ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *