અહીં યાત્રીઓથી ભરેલી જીભ પલટાઇ, આટલા લોકોના ઘટના સ્થળે જ મોત

ડાંગ જીલ્લામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે, અને 10 થી 16 લોકો ઘાયલ થયા છે. ડાંગ જિલ્લાના હારપાડા ઘાટમાર્ગ ઉપરથી યાત્રીઓથી ભરેલી એક જીપના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા જીપ રસ્તાની સાઈડમાં પલટી મારી ગઈ હતી. જે સમયે અકસ્માતની ઘટના બની હતી, તે સમયે જીપમાં 19 જેટલા લોકો સવાર હતા.

ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા તેમના મોત નીપજ્યા હતા અને અન્ય 16 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા આહવા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

એક રિપોર્ટ મુજબ, સાપુતારાની તળેટીમાં આવેલા ગુંદીયા ગામના લોકો કોઈ ધાર્મિક પ્રસંગ માટે એક જીપ ભાડે કરીને ગારખડી નજીકના હારપાડા ગામમાં જઈ રહ્યા હતા. જે સમયે 19 જેટલા લોકોથી ભરેલી જીપ ગારખડીથી હારપાડા ઘાટમાર્ગ પર પહોંચી હતી ત્યારે કોઈક કારણોસર જીપના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી જીપ બેકાબુ બનીને રસ્તાની સાઈડમાં પલટી મારી ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસથી પસાર થતા કેટલાક લોકો જીપમાં સવાર લોકોના રેસ્ક્યુ કરવા માટે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કેટલાક લોકોએ અકસ્માતની ઘટનાની જાણ આહવા પોલીસને કરી હતી.

જેથી પોલીસ સ્ટાફ પણ ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને તમામ મુસાફરોને બહાર કાઢીને સારવાર માટે સુબીર અને આહવાની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં 19 મુસાફરોમાંથી 3 ના કરુણ મોત નીપજ્યા હતા, જેમા જીવા બંગાળ, અશોક ભોયે અને સોમનાથ ભોયેનો સમાવેશ થાય છે. આ ત્રણ લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *