નજીવી વાતમાં ઝઘડો થતા યુવકને શરુ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો, પછી ભગવાનની માફી પણ માંગી… -જુઓ વિડીયો

એક યુવકને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાનો મામલો સામે આવ્યો છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા બે યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ પછી એક યુવકે બીજા યુવકને ધક્કો ચાલુ ટ્રેન માંથી ધક્કો માર્યો હતો. અને આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બંને પહેલા કોઈ વાત પર ઝઘડી રહ્યા છે. આ પછી બંને ઉભા થાય છે અને ટ્રેનના દરવાજા પાસે જાય છે. ટૂંક સમયમાં મામલો મારામારી સુધી પહોંચે છે. તે દરમિયાન, બેમાંથી એક ગુસ્સે થઈ જાય છે અને ઝઘડતી બીજી વ્યક્તિને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારીને ફેંકી દે છે. પછી તે પોતાની સીટ પર આવીને બેસે છે. આ દરમિયાન અન્ય મુસાફરો વીડિયો બનાવતા રહે છે, પરંતુ ઝઘડો રોકવાનો પ્રયાસ કરતા નથી.

ઇન્ટરસિટી એક્સપ્રેસમાં મુસાફરી કરતી વખતે બની આ ઘટના…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બીરભૂમ જિલ્લાના તારાપીઠ રોડ અને રામપુરહાટ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. લોકો હાવડાથી માલદા જતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારપછી તેમાંથી બે લોકો ઝઘડો કરવા લાગ્યા. ગુસ્સે થઈને એક વ્યક્તિએ બીજાને ટ્રેનમાંથી ફેંકી દીધો.

યુવકની હાલત ગંભીર…
પોલીસે જણાવ્યું કે, ઘાયલ યુવકની ઓળખ બીરભૂમના રામપુરહાટના રહેવાસી સજલ તરીકે થઈ છે. રેલવે પોલીસને સેજલ લોહી લુહાણ હાલતમાં ટ્રેક પર મળી આવ્યો હતો. તેને રામપુરહાટ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *