પાટણના રાધનપુર-પાલનપુર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 જીવદયા પ્રેમીને ભરખી ગયો કાળ

પાટણ(ગુજરાત): હાલમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાધનપુર-પાલનપુર હાઈવે(Radhanpur-Palanpur Highway) પર એક ગમખ્વાર અકસ્માત(Accident)ની ઘટના સામે આવી છે. આ રોડ અકસ્માત (Road Accident)માં બે જીવદયા પ્રેમીના મોત(Two Killed) થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. રાજ્યમાં કોરોના વાયરસ(Corona virus) અને લોકડાઉન(Lockdown) સમયે અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ, જેમ જેમ લોકડાઉનમાં છૂટછાટ મળતી ગઈ તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે.

મળતી માહિતી મુજબ, આજે રાધનપુર પાલનપુર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી મામલો હાથ પર લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મૃતક બંને વ્યક્તિ જીવદયા પ્રેમી હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક અકસ્માત બાદ કાર મુકી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની વિગતે વાત કરીએ તો, રાધનપુરથી પાલનપુર હાઈવે પર સરદારપુર અને સિનાડા ગામ વચ્ચે બાઈક સવારનું બાઈક પહોંચ્યું ત્યારે ફૂલ સ્પીડે આવી રહેલી કારની ટક્કર વાગતા બંને બાઈક સવાર ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. બાદમાં સ્થાનિકો દ્વારા તુરંત બચાવ ટીમને જાણ કરવામાં આવી હતી. પરંતુ, સારવાર મળે તે પહેલા જ બંનેના મોત થઈ ચુક્યા હતા. પોલીસ દ્વારા સ્થળ પર આવી અકસ્માત કેવી રીતે સર્જાયો અને અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિ કોણ છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ બંને મૃતકોના પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતમાં ભોગ બનનાર બંને વ્યક્તિ જીવ દયા પ્રેમી અને વારાહીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ મૃતક બંને યુવકો વારાહી શ્રી ભીડ ભંજન હનુમાનજી ગૌશાળામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા. જાણવા મળ્યું છે કે, મૃતકમાં બાબુભાઈ રામજીભાઈ પંચાલ અને રાધેશ્યામ જમનાદાસ સાધુ તરીકે ઓળખ થઈ છે. આ મામલે ગૌશાળામાં જાણ કરવામાં આવતા મૃતકોના પરિવારજનો અને ગૌશાળાના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા ત્યારે શોકનો માહોલ છવાયો હતો. પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *