કહેવાય છે બોલીવુડમાં રાજાશાહી જિંદગી કોઈ જીવતું હોય તો એ સૈફ અલી ખાન છે. સૈફ અલી ખાનને બોલીવુડનો નવાબ માનવામાં આવે છે. એનું એક માત્ર કારણ છે કે તેની જીવનશૈલી અને તેનો આલીશાન મહેલ જેનું નામ છે ‘Pataudi Palace’.
બોલિવૂડમાં એકમાત્ર સૈફ અલી ખાન જ એવો એક્ટર છે જેના નામે આ વિશાળ મહેલ છે. અને આ આલીશાન મહેલનું નામ ‘Pataudi Palace’ પણ રાખવામાં આવ્યું છે. તેના મહેલનું નામ પટૌડી પેલેસ છે. જે હવે તેના નામે થઈ ગયો છે.
સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યુંમાં જણાવતા કહ્યું હતું કે, તેના પિતા મનસુર અલી ખાનના નિધન બાદ પટૌડી પેલેસ (Pataudi Palace) ભાડામાં જતો રહ્યો હતો, જેને પરત મેળવવા માટે તેની આકરી મહેનત કરવી પડી હતી અને મોટી રકમ ચૂકવવી પડી હતી. અને છેવટે આ ‘Pataudi Palace’નામનો મહેલ તેના નામે થયો હતો.
સૈફ અલી ખાન અને કરીના કેફનો આ મહેલ હરિયાણાના ગુડગાંવમાં આવેલો છે. જેને “ઇબ્રાહીમ કોઠી” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આલીશાન મહેલમાં અનેક તસ્વીરો લગાડવામાં આવી છે જેની કિંમતો પણ લાખોમાં છે. સૈફ અલી ખાનના આ મહેલની અંદરની તસવીરો પર એક નજર કરીએ.
પટૌડી પેલેસ (Pataudi Palace) ગુડગાંવથી 26 કિલોમીટરના અંતરે આવેલો છે. આ આલીશાન મહેલની કુલ કિંમત સાંભળી તમે ચોંકી જશો. તેની કિંમત 800 કરોડ રૂપિયા છે. પટૌડી પરિવારનો ઇતિહાસ 200 વર્ષ જુનો છે. જોકે આ પેલેસને 81 વર્ષ થયા છે.
ટોટલ દસ એકરમાં પથરાયેલા આ વિશાળ મહેલમાં કુલ 150 રૂમ છે. તેમાં સાત ડ્રેસિંગ રૂમ, સાત બેડરૂમ, સાત બિલિયર્ડ રૂમ અને એક શાનદાર ડ્રોઈંગ રૂમ ઉપરાંત ભવ્ય ડાઇનિંગ હોલ પણ સામેલ છે. આ બધી રૂમો ખુબ આલીશાન રીતે અને નવાબોની રીતે બનાવામાં આવી છે.
પટૌડી પેલેસ(Pataudi Palace)નું બાંધકામ વર્ષ 1935માં આઠમા નવાબ અને ભારતીય ક્રિકેટ ટીમના સુકાની ઇફ્તિખાર અલી ખાન પટૌડી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પેલેસની બહારની બાજુની વાત કરીએ તો, આ પ્લેસમાં મોટું ગ્રાઉન્ડ, ઘોડાનો તબેલો અને ગેરેજ પણ સામેલ છે. આ ભવ્ય પેલેસમાં મોંઘા પેઇન્ટિંગ્સ અને એન્ટિક્સ પણ છે. સાથે-સાથે ઘણી કિંમતી વસ્તુઓ આ મહેલમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news