આણંદ જિલ્લામાં પટેલ દંપતિએ લગ્નનો ખર્ચ બચાવી કર્યું એવું ઉમદા કામ કે… આખું ગામ રોશનીથી ઝળહળી ઉઠ્યું

આણંદ જિલ્લાના ઝારોલા ગામના પટેલ દંપતીએ લોકડાઉંન વચ્ચે સાદાઈથી લગ્ન કરી લગ્નનો ખર્ચ બચાવી ગામના ગરીબ એક હજાર પરીવારોને એલઈડી ટ્યુબલાઇટ ભેટ આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના મહામારીએ આપણા અનેક રીત રીવાજોને બદલી નાંખ્યા છે. લગ્નથી માંડીને મરણ સુધીના તમામ રિવાજોને કોરોનાએ બદલ્યા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે આજના આધુનિક યુગમાં લોકો લગ્ન સમારોહમાં લાખો રૂપિયાના ખર્ચ કરતા હોય છે પરંતુ આણંદ જિલ્લાના ઝારોલા ગામના યુવકે સમગ્ર લગ્ન સાદાઈથી કરી સમાજમાં અન્યના જીવનની સમસ્યાઓના આ રીતે ઉકેલ લાવવા અનોખી પહેલ કરી છે.

લોકડાઉનના સમયમાં કોરોના મહામારી વચ્ચે બોરસદ તાલુકાના ઝારોલા ગામના વતની સચીન પટેલના સાદાઈ પૂર્વક લગ્ન યોજાયા હતાં. આ નવપરણિત યુગલે લોકડાઉનના કપરા સમયમાં ઝારોલા ગામ અને તેના સીમ વિસ્તારમાં આવેલા રાવપુરા અને ખેતરોમાં રહેતા એક હજાર પરિવારોને એલઈડી ટ્યુબલાઇટ વિતરણ કરી છે અને તેઓના જીવનમાં પ્રકાશ પાથરવાનું આ ભગીરથ કાર્ય કર્યું હતું. આણંદ જિલ્લામાં લોકડાઉનની અસરના પગલે કેટલાક ગરીબ પરિવારોને વિકટ સ્થિતિ વચ્ચે વીજબિલના નાણાં ભરવાની કમઠાણ મંડાઇ હતી.

ત્યારે આવી મુશ્કેલ સ્થિતિમાં ઝારોલાના એક નવ વિવાહિત દંપતિએ વીજબિલ માફીએ સમાધાન નહીં પરંતુ ઓછું વિજબિલ આવે તે માટે પોતાના લગ્ન પ્રસંગમાં ગરીબ પરિવારોને 20 વોલ્ટની એક હજાર એલઈડી ટ્યુબલાઈટ વિતરણ કરી અન્યના જીવનમાં નવો પ્રકાશ પાથરવાનું સ્તુત્ય પગલું ભર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *