સુરતમાં એક એવી ઘટના બની છે જેને સાંભળી તમે ચોંકી ઉઠશો. એક આરોપીએ જેલમાં જાતેજ ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના સામે આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. એક બ્રિજેશ સાવલિયા નામના યુવકે આ ઘટનાને અંજામ દીધી હતી.
વરાછા પોલીસ સ્ટેશનના લોકપમાં આજે સવારે એક આરોપી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલિસ દોડતી થઈ ગઈ હતી. ત્યારબાદ તાત્કાલિક બ્રિજેશ સાવલિયાને સ્વિમેર હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો.
બ્રિજેશ સાવલિયા લૂંટનો આરોપી હોવાનું બહાર આવી રહ્યું છે. જોકે હજી સુધી બ્રિજેશ સાવલિયાની ધરપકડને લઈ પોલીસે કોઈ માહિતી આપી નથી. બ્રિજેશ મુકેશ સાવલિયા નામના આરોપીની પોલીસે 380ની કલમ હેઠળ ધરપકડ કરી હતી.
સુરત ક્રાઈમ બ્રાંચે પકડ્યા બાદ બ્રિજેશ સાવલિયાને વરાછા પોલીસને સોપી દેવાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેનો વિડીયો અહીં આપવામાં આવ્યો છે. જે વિડીયોમાં સાફ-સાફ જોવા મળે છે કે વરાછા પોલીસ સ્ટેસન માંથી આરોપીના મૃત દેહને 108 માં લઇ જવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.