હાર્દિક પટેલ ના ચૂંટણી લડવા અંગે રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન, વાંચો પુરી ખબર

ગુજરાતમાં 58 વર્ષ માટે આજે અમદાવાદ ખાતે 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ ત્રિમંદિર પાસે જન સંકલ્પ રેલીમાં હાર્દિક પટેલે વિવિધત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં પ્રવેશતાં પાસ નેતા હાર્દિક પટેલે ચોકીદાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસમાં જોડાયાનો આનંદ વ્યક્ત કરી પ્રજા હિત લડવા તૈયારી બતાવી હતી.

 

હાર્દિકે મંચ પરથી લોકોને પૂછ્યુ હતું કે, કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય યોગ્ય છે કે નહિ. તેણે સંબોધનમાં કહ્યું કે, આ દેશને જેઓ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે તેથી હું કોંગ્રેસમાં આવ્યો છું. આપણે એવા લોકો સામે લડવાનુ છે, જેઓ બંધારણ અને ભારતના ઈતિહાસની વિરુદ્ધ છે. તેથી કોંગ્રેસમા જોડીને ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણીમાં ઈમાનદારી અને દિલથી ગુજરાતમાં વધુ સીટ જીતવી આપણી નૈતિક જવાબદારી છે. હવે શરૂઆત થશે, હેવ ભેગા થઈ છીએ, હવે મજાનો વિષય છે. નોટબંધી કરતા સમયે રિઝર્વ બેંકની પણ મંજૂરી લેવાઈ નહોતી. તાનાશાહી ચલાવે છે. હાર્દિકે સ્ટેજ પરથી ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા.

હાર્દિક પટેલ ચૂંટણી લડશે કે નહીં તે અંગેના જવાબ માં રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે હાર્દિક પટેલ ચૂંટણી જીતશે. જે સ્પષ્ટ કરે છે કે હાર્દિક પટેલ ને કોંગ્રેસ લોકસભા લડાવશે. આમ હાર્દિકના મનસૂબાઓ સફળ થતા જોવા મળી રહ્યા છે.

હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવવાની જાહેરાંત કરતા પાટીદાર આંદોલન વખતના સાથી લાલજી પટેલ ભારે નારાજ થઈ ગયા હતા, તેમણે હાર્દિકની કોંગ્રેસમાં જવાના નિર્ણયની ટીકા કરતા કહ્યુ કે હાર્દિકે પાટીદારોના કારણે નેતા થયા છે. અને પાટીદારોના પ્રશ્ન માટે તેમણે લડવાનું હતું પણ હાર્દિકે પાટીદારોને પુછયા વગર કોંગ્રેસમાં જવાનો નિર્ણય કર્યો છે. હવે હાર્દિકમાં તાકાત હોય તો પાંચ હજાર પાટીદાર ભેગા કરી બતાડે,

લાલજી પટેલે કહ્યુ કે હાર્દિકની સભામાં લાખો પાટીદાર લોકો એટલા માટે આવતા હતા કે તે પાટીદારાની સમસ્યા માટે બોલતો હતો અને લડતો હતો પણ હવે તેણે પાટીદારોને દ્રોહ કરી પાટીદારોના પ્રશ્ન બાજુ ઉપર મુકી પોતાના સ્વાર્થ માટે કોગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *