દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ યથાવત રહેવાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં શુક્રવારે વાદળિયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણના કારણે મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. જો કે,રાજ્યમાં લઘુત્તમ તાપમાન નીચું ગયું છે. ત્યારે ડીસામાં 18.2 ડીગ્રી, નલીયામાં 20.8 ડીગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવા વરસાદની આગાહી કરી છે.
દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં સોમાલિયા નજીક ‘પવન’ નામનું એક નવું વાવાઝોડું સક્રિય થયું છે. હાલ તેની ઝડપ 10 કિમી પ્રતિ કલાકની છે અને છેલ્લા 6 કલાકથી તે એક જ જગ્યાએ સ્થિર છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં તે યમનના સોકોતરા અને સોમાલિયાના બોસાસો વચ્ચે સક્રિય થયું છે. આગામી 12 કલાકમાં આ વાવાઝોડું તીવ્ર બનશે પરંતુ ત્યાર પછી તેની તીવ્રતા ઘટતી જશે. ગુજરાતમાં કચ્છ, દ્વારાકા, પોરબંદર, દીવ સહિતના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર વધારે રહેશે. એક પછી એક વાવાઝોડાને કારણે ફરી એક વખત ખેડૂતોની ચિંતા વધી છે.
મળતી માહિતી અનુસાર આગામી 24 કલાકમાં આ વાવાઝોડું સોમાલિયાના સમુદ્ર કિનારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે. જેના કારણે 55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જોકે, પવન વાવાઝોડાની ગુજરાત પર આગામી દિવસોમાં કોઈ અસર થશે નહીં. હવામાન ખાતાની આગાહી મુજબ આ ‘પવન’ વાવાઝોડુ સોમાલીયા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ સમુદ્રમાં સર્જાયેલા ડીપ્રેશનને કારણે ગુજરાતમાં 8મી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વધારે જોવા મળશે.
હવામાન ખાતાની આગાહી:
પવન વાવાઝોડાના કારણે ભારતમાં ક્યાંય પણ વરસાદ પડવાની સંભાવના નથી.
દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર અને સોમાલિયાના સમુદ્ર કિનારે 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે.
દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.
આથી, માછીમારીઓને આગામી 36 કલાક સુધી દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર અને સોમાલિયા તરફનો દરિયો ન ખેડવા સુચના અપાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.