પતિએ હેવાનિયતની તમામ હદ વટાવી: નશાની હાલતમાં પત્ની સાથે કરી મારપીટ અને પ્રાઇવેટ પાર્ટમાં…

છેલ્લાં ઘણાં દિવસોથી દુષ્કર્મ, અત્યાચારના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. મોટા ભાગની મહિલાઓ તેમજ નાની બાળકીઓ પણ હવસનો શિકાર બનતી હોય છે. આ દરમિયાન…

છેલ્લાં ઘણાં દિવસોથી દુષ્કર્મ, અત્યાચારના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. મોટા ભાગની મહિલાઓ તેમજ નાની બાળકીઓ પણ હવસનો શિકાર બનતી હોય છે. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પત્નીએ તેના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જાણવા મળ્યું છે કે, છેલ્લાં કેટલાક વર્ષથી પોતાના પતિની કંટાળીને પીડિતાએ મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘લગ્ન થયાં ત્યારથી મારો પતિ મારી સાથે મારપીટ કરતો હતો ઉપરાંત દારૂ પીને મનફાવે તેમ ગાળાગાળી પણ કરતો હતો.

આ ઉપરાંત, હું મારા માતા-પિતાને આ અંગે જાણ ન કરું તે માટે મોબાઇલ પણ તોડી નાખતો હતો.’ આ ઉપરાંત પીડિતાએ વધુમાં જણાવ્યું કે, ‘મારો પતિ મારા પ્રાઇવેટ પાર્ટમાં લિંબુ, ફટકડી અને દારૂ નાખી ટોર્ચર કરતો હતો. જેને લીધે હાલ મારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મહિલાએ કહ્યું કે, મારે ન્યાય જોઈએ છે. પોલીસને ફરિયાદ કરી છતાં તેમણે મારા પતિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.’ મહત્ત્વનું છે કે, આ ઘટના અંગે DSP સતીષ કુમાર વત્સે જણાવ્યું હતું કે, ‘આ ઘટના અંગે જલ્દી તપાસ કરવામાં આવશે અને પોલીસે શા માટે કોઈ પગલાં નથી તેની પણ તપાસ કરવામાં આવશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *