ચીન: ઘણા લોકો એવા હોય છે જેમને પાણીથી કે ઊંચાઈથી દર લાગતો હોય છે. તેમજ ઉચાઈથી જોવામાં પણ ડર લાગતો હોય છે જેને અંગ્રેજીમાં હાઈટ ફોબિયા કહેવાય છે. પરંતું, શું તમને ખબર છે કે દુનિયામાં એક એવી પણ જગ્યા છે જ્યાં લોકો જમીનથી લગભગ 300 ફૂટની ઊંચાઈએ બિસ્તર લગાવીને સુઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, બે છોકરીઓ જમીન અને આકાશ વચ્ચે ઝુલી રહેલા બિસ્તર પર આરામ ફરમાવી રહી છે. 300 ફૂટની ઊંચાઈએ પવન પણ તીવ્ર ગતિએ ફૂંકાતો હોય છે અને પવન આવતા જ બિસ્તર હિંચકાની જેમ હવામાં ફંગોળાતો હોય છે આ જોઈને તો કાચાપોચાના છાતીના પાટિયા બેસી જાય છે.
ચીનના વોન્શેંગ ઓર્ડોવિશિયન થીમ પાર્કમાં દુનિયાભરના સહેલાણીઓ આવતી હોય છે. પ્રવાસીઓના મનોરંજન માટે જમીનથી 300 ફૂટ ઊપર પહાડાની વચ્ચે મોટા તાર વડે એક બિસ્તર બાંધવામાં આવ્યો છે. જે પ્રવાસીઓ બિસ્તર પર સુઈને પહાડોનો અદ્દભૂત નજારો લેવા માંગતા હોય તેઓ ટિકિટ લઈને બિસ્તર પર આરામ કરી શકે છે. જોકે, તેને માટે પાષાણ હૃદય જોઈએ આ કામ કાચાપોચાનું નથી. કારણ કે, આટલી ઊંચાઈએથી નીચે જોતા સામાન્ય માણસને ચક્કર આવી શકે છે.
આ ઉપરાંત, વોન્શેંગ ઓર્ડોવિશિયન મનોરંજન થીમ પાર્કમાં બીજું પણ ઘણું જોવાલાયક છે. દુનિયાભરમાંથી અહીં પ્રવાસીઓ આવે છે અને જાતજાતના પ્રકારનું મનોરંજન માણે છે. તેમાં પણ હિંમતવાન પ્રવાસીઓ માટે તો 300 ફૂટની ઊંચાઈએ ઝૂલતા બિસ્તર પર આરામ કરવો એ એક વિશેષ આનંદ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.