હરિપ્રસાદસ્વામીના અંતિમ દર્શન નહિ કરી શકનારા હરિભક્તોએ સ્વામિનારાયણ મંદિર ખાતે અસ્થિકુંભના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી

નેત્રંગ ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે હરિધામ સોખડાના સંત હરિપ્રસાદસ્વામીજી ધામમાં પ્રયાણ કર્યા ત્યારે ત્યાં તેમના અંતિમ દર્શન નહિ કરી શકનારા ભક્તોને તેમના ચરણસ્પર્સનો લાભ મળે તે માટે ગઈકાલે હરિપ્રસાદસ્વામીજીના અસ્થિકુંભ નેત્રંગ ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ અસ્થિકુંભના દર્શન અને શ્રધ્ધાસુમન અર્પણ કરવા આદિવાસી વિસ્તારમાંથી ભક્તો શિસ્તબદ્ધ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન, ભક્તોએ સ્વામીજીના અસ્થિકુંભના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અંગે પ્રેમસ્વરૂપસ્વામીએ જણાવ્યું કે, નેત્રંગ અને આજુબાજુના ભક્તો ખૂબ ભાગ્યશાળી છે. શકુરભાઈ અને લક્ષ્મણભાઈ ના મળ્યા હોત તો સ્વામી આપને અહીં મળ્યા ના હોત.

સ્વામી ચૈતન્ય મંદિર બનાવવા આવ્યા હતા. સ્વામીએ સંપ ,સૃહદ અને એકતાનો ભાવ શીખવાડ્યો છે. પ્રબોધસ્વામી, પ્રેમસ્વરૂપસ્વામી, દાસ સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, લાભશંકર મહારાજ, અશોકભાઈ પટેલ અને નેત્રંગ ડેડીયાપાડા સાગબારા રાજપીપળા અને ભરૂચથી મુકતોએ હાજરી આપી સ્વામીજીના અસ્થિકુંભના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *