ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપ(BJP) ચુંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદી(Prime Minister Narendra Modi) પણ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ મહેસાણા(Mehsana), દાહોદ(Dahod), વડોદરા(Vadodara) અને ભાવનગર (Bhavnagar)માં જનમેદનીને સંબોધન કરશે. ત્યારે મહેસાણામાં વડાપ્રધાનના આગમન પહેલાં ભાજપની ટોપી અને ટીશર્ટ માટે માથાકૂટ થયાનાં દૃશ્યો સામે આવ્યાં છે.
View this post on Instagram
ભાજપના કાર્યકર્તાઓએ ટોપી અને ટીશર્ટનો ઢગલો કરી દીધો:
મળતી માહિતી અનુસાર, નરેન્દ્ર મોદી આજે મહેસાણાના એરોડ્રામ ગ્રાઉન્ડ પર સભા યોજવાના છે. આવી સ્થિતિ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ સભા ગ્રાઉન્ડ પર જ ટોપી અને ટીશર્ટનો ઢગલો કરી દેતાં લોકોની ધીરજ ખૂટતાં તેમણે પડાપડી કરી હતી. કેટલાક લોકો હાથમાં આવેલી ટીશર્ટને ખેંચતાણ કરતા જોવા મળ્યા હતા.
એક ટીશર્ટ માટે ક્યાંક ચાર-ચાર તો ક્યાંક પાંચ-પાંચ લોકોએ ખેંચતાણ કરી હતી. પોલીસની હાજરીમાં લોકોનાં ટોળેટોળાં સામાન્ય ટોપીઓ લેવા પડાપડી કરતાં ભાજપના સ્થાનિક કાર્યકરોએ આવી મામલો શાંત પાડ્યો હતો.
આજે વડાપ્રધાનની ચાર સભા:
આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે, જેમાં સૌપ્રથમ બપોરે એક વાગ્યે મહેસાણા જિલ્લાની 7 વિધાનસભાની બેઠકોની સંયુક્ત સભા મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે સંબોધશે. ત્યાર બાદ દાહોદ, વડોદરા અને ભાવનગરમાં સભા સંબોધશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.