તમે એવું ક્યારેય પણ વિચાર્યું છે કે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકે? આ વાત પર વિશ્વાસ કરી શકાય એમ તો નથી. પરંતુ આવા અનોખા અને વિચિત્ર કિસ્સા આ દુનિયામાં સંભવ છે. આ દુનીયા અજીબોગરીબ છે. તમને નીચે આપેલી તસ્વીર જોઇને જ વિશ્વાસ થશે કે કોઈ વ્યક્તિ અન્ય મૃત્યુ પામેલા વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે.
ફ્રાંસ એક એવો દેશ છે જેમાં આવા વિચિત્ર લગ્ન માટે કોઈ રોક ટોક કરવામાં આવતી નથી અને આ લોકોને મૃતકો સાથે પણ લગ્ન કરવાની છૂટ આપવામાં આવે છે. મહત્વનું એ છે કે આવું કરવા માટે તમારા પાસે કોઈ મોટું કારણ હોવું જોઈએ. જયારે ફ્રાન્સમાં મૃતકો સાથે લગ્ન કરવા માટે રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે.
ફ્રાંસ દેશમાં 1950 ના દશકમાં પસાર થયેલા એક કાયદા મુજબ ફાંસના લોકોને કાયદાકીય રીતે પોતાના મૃત મંગેતર સાથે લગ્ન કરવાની મંજુરી આપવામાં આવે છે. મૃતદેહ સાથે લગ્ન કરવા માગના વ્યક્તિએ તેના દેશના રાષ્ટ્રપતિ પાસે પરવાનગી લેવી પડે છે. આ લગ્ન સમારોહમાં મૃતક વ્યક્તિની બાજુમાં ઉભા રહીને તમામ રીતી-રીવાજ પૂર્ણ કરવામાં આવે છે. સાથે ‘જ્યાં સુધી મોત આપણને અલગ નથી કરી દેતી’ તેવા વાક્યોનો પણ ઉચ્ચાર કરવામાં આવતો નથી.
મૃતક સાથે લગ્ન કરવા માટે વ્યક્તિએ ઘણા બધા કાયદાઓના નિયમોનું પાલન કરવું જરૂરી છે. રાષ્ટ્રપતિની પરવાનગી મેળવ્યા બાદ આ કાયદો કોઈ પણ મિલકતને કે વિરાસતને જીવતા વ્યક્તિ દ્વારા પ્રાપ્ત કરવાની મંજુરી નથી આપતો. એવું માનવામાં આવી રહ્યું છે કે તે બંને વચ્ચે કોઇપણ પ્રકારની વિવાહિક સંપત્તિ હયાત નહોંતી.
ફ્રાંસ દેશમાં મૃત લોકો સાથે લગ્ન કરવાની જાણે એક પરંપરા ઉભી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. જેને લીધે દર વર્ષે ફ્રાંસની સરકાને મૃત વ્યક્તિ સાથે લગ્ન કરવાની હજારો અરજી મોકલવામાં આવે છે. જેમાથી કેટલીક અરજીઓ સાચી હોય છે. પરંતુ આવા કિસ્સામાં જે અરજીઓ કાયદાકીય રીતે સંવિધાનિક હોય તેવી અરજીઓને જ મજુરી આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.